બુધવાર, 29 જુલાઈ, 2020

Tari Abhishek Dhara Lyrics તારી અભિષેક ધારા

Tari Abhishek Dhara Lyrics 


તારી અભિષેક ધારા, તારી અભિષેક ધારા,
જોઈ દુઃખ જાયે અમારા, જોઈ દુઃખ જાયે અમારા...

સોનાના કળશો ભરાય, હાંડા કુંભો ભરાય,
ક્ષીરનીર ના જાણે સાગર લહેરાય (2),
કેવી ધારા વરસે, જોવા હૈયા તરસે,
એ ધારા જીલસે નક્કી ભવ તરસે (2),
સાગરિયા ઓછા પડે, ભક્તિ ની જોડ ના જડે,
આદેશ્વર છે અમારા, આદેશ્વર છે અમારા...

ચોસઠ ઇન્દ્ર આવે, ઈન્દ્રાણીનો આવે,
બધા ભક્તિમાં ભીંજાય કોરા કોઈ ના રહી જાય (2),
મળી આવે નરનાર, આજે આનંદ અપાર,
હૈયુ થાયે એકતાર, જાણે મુક્તિ નો અણસાર (2),
પ્રભુ છે મોટી હસ્તી, ભક્તો ની જામે મસ્તી,
કર્મો ગળી જાય પોબારા, કર્મો નાસી જાય નઠારા,
તારી અભિષેક ધારા....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top