Arihant Taro Prabhu Lyrics
અરિહંત તારો પ્રભુ ક્યારે મેળાપ થશે,
ભવોભવ કેરો પ્રભુ ક્યારે સંતાપ જશે... અરિહંત તારો પ્રભુ...
રોમે રોમે થી ઉડે છે વિરહ વેદનાઓ,
સુણો ને નાથ હવે મનડા ની સંવેદનાઓ,
કોટી કોટી સૂરજ ના ક્યારે હવે તાપ જશે... ભવોભવ...
મારે કાને સુણાશે ક્યારે મીઠો તારો ધ્વની,
વિતાવું કાળ રડી રાત અને દિન ગણી,
સમોસરણે પ્રભુજી ક્યારે દેદાર થશે... ભવોભવ...
તારી યાદે ભીંજાયે નાથ મારી આંખડીઓ,
મુરઝાયે મન ગુલાબ કરી પાંદડીઓ,
દયાસાગર દયા નો ક્યારે વરસાદ થશે... ભવોભવ...
રત્નત્રયી પંથ પ્રભુ કાળ બળે ઝીણી થયો,
તારો આ બાળ હવે આત્મબળે હિન થયો,
તુજ અવતારથી આ દુઃખ ક્યારે દૂર થશે... ભવોભવ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો