Jai Jai Garvo Girnar Lyrics
હે... નેમ પ્રભુના પાન પગલે થયો, ધન્ય પેલો ગિરનાર,
જય ગિરનાર... જય ગિરનાર... જય જય ગરવો ગિરનાર...
જય જય ગરવો ગિરનાર, જય જય ગરવો ગિરનાર,
નેમનાથ ગિરી શણગાર, જય જય ગરવો ગિરનાર,
વંદન વંદન વંદન વંદન, ગિરનાર તને વંદન,
વંદન વંદન વંદન વંદન, નેમિનાથ તને વંદન...
પંચમ શિખરે શત્રુંજય તનું એ, સિદ્ધગીરી છે ધામ,
કૈલાશ ઉજયંત રૈવત નંદભદ્ર સ્વણૅગીરી ગિરનાર,
નમો કર્ણ વિહાર પ્રાસાદ,જય જય ગરવો ગિરનાર (2)...
જ્યા શોભે અંમ્બિકા માં ,શાસન ને સદા સુખકાર,
ભાવે પ્રણમુ શ્રી નેમી જિનેશ્વર ગિરી ભૂષણ શણગાર,
પૃથ્વી ના તિલક સમાન, જય જય ગરવો ગિરનાર (2)...
છે અનંત આત્મા ઓ તણી, દીક્ષા ભુમિ ગિરનાર,
છે અનંત તીર્થંકરો તણી, કૈવલ્ય ભુમિ ગિરનાર,
ને આવતી ચોવીસી તણી, નિર્વાણ ભુમિ ગિરનાર,
અધ્યાત્મ નગરી ગિરનાર, જય જય ગરવો ગિરનાર (2)...
ચૌદ હજાર નદી ના જ્યાં જળ સમાયા, શીતળ ગજ પદ કુંડ,
જ્યાં દ્રષ્ટિ અનુભવે ધન્યતા જોઈ, રાજુલ રહનેમી ટૂંક,
દીક્ષા કેવલ સહસાવને, નમો સમવસરણ જીનબિંબ,
દીપે શિખરો ની માળ, જય જય ગરવો ગિરનાર (2)...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો