શનિવાર, 25 જુલાઈ, 2020

Jai Jai Trishla Nandan Lyrics જય જય ત્રિશલાનંદન

Jai Jai Trishla Nandan Lyrics 


સિદ્ધારથ ના રાજકુંવર અમે લીધું આલંબન,
જય જય ત્રિશલાનંદન...

ગુલાબ જળ થી સ્નાન કરાવું, ચંદન લેપ લગાવું,
શીતલ શીતલ શાતા દેવા, કોમલ ફૂલ બિછાવું,
તમે અમારા લાડકવાયા, વહાલ કરું કે વંદન?
જય જય ત્રિશલા નંદન...

લાડ કરું તો નાના લાગો, નમન કરું તો મોટા,
કરુણા રસ નો તમે સમન્દર, અમે છીએ પરપોટા,
કેસર ઘોળી ચરણ પુંજુ કે, આખે આંજું અંજન...?
જય જય ત્રિશલા નંદન...

પાપણ વચ્ચે છબી તમારી, ધબકારા માં નામ,
પરોઢે તારું સ્મરણ કરું ને, રાતે તું જ વિરામ,
ઉદય રતન ની આશા પૂરો, હે પર દુઃખ ભંજન,
જય જય ત્રિશલા નંદન...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top