Tari Priti Ni Kevi Asar Lyrics
તારી પ્રીતિ ની કેવી અસર,
મળતી મુજને સાચી ડગર;
કરુણાસાગર કરુણા તું કર,
થાક્યો કરી ને ભવ ની સફર...
કહો પ્રભુજી! હું શું કરું?
સહેવાતિ ના આ વેદના,
કૃપા નજર જો તારી મળે,
તો દૂર થાયે આ યાતના,
મુજ પર કર તું અમી નજર,
ભૂલી શકું ના જીવનભર...
પ્રભુ! તારી છબી, તારું સ્મર
ચીત માં સદા રમતું રહે,
તારી યાદને તારું જ નામ,
સઘળું સદા ગમતું રહે,
ભવ અટવી ના વિઘ્નો તું હર,
થાવું છે તુમ સમ અજર અમર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો