ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story


Motivational Story 60

-------------------------------------------------------
👉 *Please..* પરિવારને ભેગો કરીને વાંચો.
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*સરોવરથી મોટી સરિતા, સરિતાથી મોટો સાગર, સાગરથી મોટું કોણ?* બુદ્ધિની દુનિયા કહેશે, ધરતી પર દરિયાથી મોટું કોઈ નહીં. *આ ઘટના વાંચો, કદાચ.. પછી તમે જ બોલી ઉઠશો, આ ધરતી પર દરિયા કરતા મોટું છે, "માણસનું દિલ."* નામ-ઠામ વગરની, પણ.. કામ લાગે તેવી ઘટના, વાંચો.

💖 *દેવતા તો દેવલોકમાં હોય, પણ.. આ દેવતાઈ માણસ પોતાની દુકાન ખોલી ગાદી પર બેઠા.* ત્યાં જ એમનો મિત્ર દોડતો આવ્યો. ને બોલ્યો, *"જોયું ને! કુદરત ભલા-બુરાનો બદલો આપે જ છે. મને તો હતું જ, એ મરવાનો જ છે. હવે મર્યો સમજ."* પેલા દેવતાઈ ભાઈ બોલ્યા, *"ભાઈ! તું કોની વાત કરે છે? કોણ બિચારું મરવાનું?"* "અરે! બિચારા-બિચારા ન કર. એ નઠારા માણસનું નામ લેવું, એ'ય પાપ છે. પણ.. બેટમજી નક્કી આજે મરવાના."

💖 પેલા દેવતાઈ ભાઈ કહે, *"દોસ્ત! માંડીને વાત કર. આ ધડ-માથા વગરની વાતમાં કઈ સમજણ નથી પડતી."* મિત્ર કહે, *"જેણે તને બદનામ કરવા આકાશ-પાતાળ એક કર્યા હતા. તને બરબાદ કરવા જે ગંદા દાવપેચ રમ્યો હતો. ને જેણે તારા વિરુદ્ધ નનામી પત્રિકા ને નાનામાં pamphlets બહાર પાડ્યાં હતા.* બજારમાંથી ને સમાજમાંથી તું હડધૂત થાય, ને તારો બહિષ્કાર થાય એવી કાળી પેરવીઓ જેણે કરી હતી. *એ ચંદુડાના દાડા આજે ફરી જવાના. સાંજે 6:00 વાગ્યા સુધીમાં જો એ મુક્કર કરેલી રકમ નહીં ભરે, તો એની દુકાનને seal લાગી જશે. આજે જપ્તી આવી જવાની, નાક કપાઈ જવાનું.* કેમ કે, રકમ મોટી છે. બધે Try કરી. પણ ચંદુડાને કોઈ હાથ આપતું નથી. *એના કામ જ એવા છે કે, કોઈ એની પડખે ઉભું રહેવા તૈયાર નથી."*

💖 દેવતાઈ ભાઈ બોલ્યા, *"કેટલી રકમ ભરવાની આવી છે?"* દોસ્ત, *"અરે! મોટી રકમ છે. ને કદાચ.. જેલમાં'ય લઇ જાય."* દેવતાઈ ભાઈ બોલ્યા, *"ના.. ના.., આવું ના થવું જોઈએ. એનો પરિવાર રઝળી પડશે. એના દીકરાઓનું-દીકરીઓનું ભણતર ને ભાવિ.. બે'ય બગડશે."* દોસ્ત, *"એ તો બગડે જ. જેવા કરે તેવા ભોગવે, વાવે તેવું  લણે, ને કરે તેવું પામે. ને વધારે થશે ને, તો ઘર પણ જશે."*

💖 દેવતાઈ ભાઈ કહે, *"ના ભાઈ ના, એની ઈજ્જત જવી ન જોઈએ."* દોસ્ત, *"તને બેઈજ્જત કરવાની લિજ્જત એણે બહુ લીધી છે. એની મજાની સજા એને ભગવાન આપે છે. આપવા દે. તું તારે મોજ કર."*

-------------------------------------------------------
_1 મિનિટ કથા પછી વાંચજો._
_*જૈનદર્શન કહે છે, ભગવાન કોઈને સજા આપવાના કે કોઈ પાસે ગુના કરાવવાના કામ નથી કરતા.* 7 બહેનોનો એકનો એક ભાઈ મરી જાય, એ દોષ ભગવાનને ના આપશો. *જૈન ધર્મ તો કહે છે, ભગવાન તો વીતરાગ તત્ત્વ છે. રાગ-દ્વેષથી પર છે. ખુદ ભગવાનના'ય કાનમાં ખીલ્લા નંખાયા હતા, ચરણમાં ખીર રંધાઈ, ને 14 મહિના આહાર-પાણી પ્રભુને'ય નો'તા મળ્યા. શું એ દોષ ભગવાનનો હતો? ના, પ્રભુએ જન્માન્તરે બાંધેલા કર્મોના કારણે આ ઉદય આવ્યો હતો.*_

_*ફરીથી, ઈશ્વર કર્તા નથી, કર્મ કર્તા છે, ને કર્મનો કર્તા તું છે. ઈશ્વર ખોટા કામો કોઈ પાસે કરાવવાના કામ ન કરે. રે.. એટલા ગુણો તો સજ્જન માણસના'ય હોય!*_
-------------------------------------------------------


💖 કથા - દેવતાઈ ભાઈ કહે, *"દોસ્ત! તો'ય કેટલું ચૂકવવાનું  છે?"* મિત્ર કહે, *"અરે! બહુ મોટી રકમ.. લગભગ એક લાખને એંશી હજાર જેટલું હશે."* દેવતાઈ ભાઈએ બે-ચાર ઠેકાણે ફોન કર્યા. ને 2:00 વાગ્યા સુધી અર્જન્ટ 50,000 - 1,00,000.. જે ફાવે તે મોકલવા જણાવ્યું. મિત્ર કહે, *"તારે પૈસાની શી જરૂર પડી? તને જોઈએ તો બોલ. મારી પાસે એમને એમ પડ્યાં છે."* દેવતાઈ ભાઈ કહે, *"મારે જરૂર નથી. પણ.. જરૂરી કામ છે, માટે જોઈએ છે."*

💖 ને ઘડિયાળે બારના ટકોરા પાડ્યાં. *ને પેઢી પર બે-ચાર ગુમાસ્તા આવ્યા.* ને.. *"શેઠે રૂપિયા મોકલ્યા"* કહીને, આપીને ચાલ્યા ગયા. *25,000 ખૂટ્યા, એ પોતાની તિજોરી ખોલીને લીધા. ને 2,00,000ની રકમ પૂરી કરીને પેકેટ તૈયાર કર્યું.* મિત્ર કહે, *"આ 2,00,000નું પેકેટ કેમ બાંધ્યું?"* દેવતાઈ ભાઈ કહે, *"રૂપિયાનું પેકેટ.. Tablet બની કોઈનું હૃદય તૂટતું બચાવી શકતું હોય, તો રૂપિયાનું આનાથી best ને શ્રેષ્ઠ.. કોઈ invest નથી."*

💖 પેકેટ પેક કરી બહારગામથી આવેલા પોતાના મિત્રને પેકેટ આપી આ દેવતાઈ ભાઈએ કહ્યું, *"આ નંબરની દુકાન, ભાઈનું આ નામ, તું ખાલી આ પેકેટ નામ પૂછીને એમના હાથમાં આપી દેજે. ને કશું જ બોલ્યા વગર ઝડપથી બજારમાં ખોવાઈ જજે."* મિત્ર કહે, *" તું આ શું કરે છે? તને ભાન-બાન છે કે નહીં? જે માણસે તને બદનામ કરવા માટે, બરબાદ કરવા માટે કશું જ બાકી નથી રાખ્યું, જેણે નનામી પત્રિકાઓથી તારું ચારિત્ર હનન કર્યું, તને last categoryનો ચીતરી દીધો.* તું ઘરનો કે ઘાટનો ન રહે એવી સાજીશો, કરતૂતો, ને કાવતરાઓ કર્યા. એ માણસને તું મદદ મોકલે? *તારામાં બુદ્ધિ છે કે નહિ?"*

💖 દેવતાઈ ભાઈએ પેકેટ રવાના કર્યું. મિત્ર ખૂબ ગુસ્સામાં આવી ગયો. ને કહ્યું, *"તે કાળોતરા નાગને દૂધ પાવાના કામ કર્યા છે હજુ. સાપને દૂધ ન પીવડાવાય. એ.. એ જ લાગનો છે."* દેવતાઈ ભાઈ કહે, *"એ જે લાગનો હોય તે, પણ.. મારી તો લાગણી છે!"* મિત્ર, *"પણ.. તું મૂર્ખ છે. તારા માટે નનામી પત્રિકા કાઢનારને મદદ ન કરાય."* દેવતાઈ ભાઈ કહે, *"જો દોસ્ત! આ તો મેં હિસાબ clear કર્યો."* મિત્ર, *"શેનો હિસાબ? તે એની પાસે પૈસા વ્યાજે લીધા હતા, કે ઉધાર લીધા હતા, તે તારે હિસાબ clear કરવાનો હોય."*

💖 દેવતાઈ ભાઈ કહે, *"દોસ્ત! સાંભળ. એણે પત્રિકા નનામી પાડી, આપણે મદદ નનામી કરી. નનામી-નનામી ચૂકતે!"* મિત્ર આ દેવતાઈ દોસ્તને ઝૂકી ગયો. એની આંખોમાં ભીનાશ પછી આંસુઓએ જગ્યા લઇ લીધી. એ એટલું જ બોલ્યો, *"ભગવાન મહાવીર પ્રભુના સમયમાં દેવતાઓ ધરતી પર ઉતરતા હતા. એ વાત આજે 2600 વર્ષ પછી'ય સાચી લાગે છે. દોસ્ત! તારા જેવા દેવતાઈ માણસને જોઈ."*

💖 પેલું પેકેટ ત્યાં પહોંચ્યું. દુકાનનું નામ, ને વ્યાપારી બંનેની ખાતરી કરી પેલાએ પેકેટ આપ્યું. ને કહ્યું, *"આ તમારા માટે મોકલ્યું છે."* વ્યાપારી પેકેટ હાથમાં લઇ મોકલનારનું નામ શોધે છે, ત્યાં તો પેલો રવાના થઇ ગયો. *વ્યાપારીએ પેકેટ દુકાનમાં જઈ ખોલ્યું.* ને એની આંખો ચમકીને સ્થિર થઇ ગઈ. *રૂપિયા 2,00,000 પૂરા, ને તે'ય નામ-ઠામ વગર!*

💖 એણે પેકેટને માથું અડાડ્યું, ને એટલું જ બોલ્યો, *"કોઈ ભગવાન બની મારી ડૂબતી નાવનું સુકાન સંભાળી ગયું."* કથા તો પૂરી કરીએ. જ્યારે પેલાને ખબર પડશે કે, તારી નાવને સંભાળનાર, ભગવાન બની આવનાર, એ ઇન્સાન હતો કે, જેના માટે તું શૈતાન બન્યો હતો... *1 મિનિટ કહો તમે હવે કે, કૂવા કરતા.. સરોવર કરતા.. સરિતા કરતા.. ને સાગર કરતા.. મોટું કોણ? _"દિલ.. દિલ.. દિલ..."_*

_*અનલોક-1માં શૈતાનને પણ જો મદદ મળે છે, તો ભગવાનના રૂપમાં કોઈને કોઈ ઇન્સાન આપણી મદદ કરશે જ.* હિંમત હાર્યા વગર તમારું કાર્ય તમે સંભાળો. તમને એ સંભાળી લેશે. *સમય છે, થોડું'ક પ્રભુ તરફ વળો. ને ખાસ.. તમારા કોઈ ભાઈને-સાધર્મિક બંધુને ફંડથી કે ફોનથી હેલ્પ કરશો.*_


*પડખે કાંટા વાગે, તો'ય સ્મિત વદન પર રાખે,*
*હાર બને કે રગદોળાયે, કાંઈ ન મન પર રાખે;*
*રૂપ રંગ ને સુગંધ દઈ, ઉપવનને શણગારે,*
*પુષ્પ સરીખું જીવન મળજો, એ જ તમન્ના મારે!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top