Namami Nemi Lyrics
પરમ પવિત્ર પાવન પ્રીતમ પુરુષોત્તમ રે પ્યાર,
નિશ્કામ નિરાગ નાથ, નિરંજન નિર્વિકારી ન્યારા,
બાવીસમાં સિતારા, ને દ્વારીકા દુલારા,
ગિરનાર ના ગભારા માં શોભનારા જે...
બ્રહ્મ ચરનારા, સત્ત્વ ધરનારા, જીવદયા પ્રેમી, નમામી નેમી
રંમ્ભા જેવુ રૂપ જેનુ રમ્ય રાજુલ રાણી,
પણ પોકારે પંથમાં પશુઓ ને પ્રાણી,
પ્રભુ ના પાંપણો થી પડે પાણી,
મુખમાં થી ઝરે વૈરાગ્યની વાણી,
હૈયે દયા ઉભરાણી, કલરવ થયા કલ્યાણી,
અંતે થયા નિર્વાણી, માણી મુક્તિ રાણી ને,
બ્રહ્મ ચરનારા, સત્ત્વ ધરનારા, જીવદયા પ્રેમી, નમામી નેમી...
મન-મહેલ માં મોહ મહારાજ ની મસ્તી છે,
મોહ ને મારીને મારે માણવી મુક્તિ છે,
કરવા હવે મોહઘાતી દોષ પડધમના,
સાધીને સાતે સુરો સંયમ સરગમના,
સંબંધો લાગે ખારા, બનજો એવા સહારા,
ચઢવી છે ધ્યાન ધારા, તમારા જેવી રે,
બ્રહ્મ ચરનારા, સત્ત્વ ધરનારા, જીવદયા પ્રેમી, નમામી નેમી...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો