મંગળવાર, 21 જુલાઈ, 2020

Tara Vina Nem Mane તારા વિના નેમ મને

Tara Vina Nem Mane Lyrics 


(રાગ: તારા વિના શ્યામ મને)

તારા વિના નેમ મને એકલડું લાગે,
જાન જોડી ને વહેલો આવજે...

રોજ રોજ તારી યાદ આવે,
તારા વિરહ ની વેદના સતાવે (2),
આવ્યો હું તારે દ્વાર,
માંગુ છું તારી પાસ (2),
દર્શન દેવાને વહેલો આવ આવ આવ નેમ... તારા વિના...

ચોરી બાંધી છે ચોક માં,
દીવડાં મૂક્યા છે ગોખ માં (2),
તું ના આવે તો નેમ,
પરણું હું બીજે કેમ?(2),
જાન જોડી ને વહેલો આવ આવ આવ નેમ... તારા વિના...

નવ નવ ભવની આ પ્રીતડી,
રાજુલની સાથે છે નેમની (2),
સતાવે તું મને કેમ?
તરછોડે તું શાને નેમ?(2),
નવ ભવનો રાખ નેહ નેહ નેહ નેહ... તારા વિના...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top