ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 62

-------------------------------------------------------
👉 પિતાના પ્રેમનો પુરાવો આપતી લાજવાબ Story, પરિવારને ભેગો કરીને વાંચજો.
-------------------------------------------------------

*ભલભલી puzzle ઉકેલી નાખનારો માણસ, ને ભલભલાની gameને સમજી જનારો માણસ, જો માં-બાપના પ્રેમને સમજી જાય, તો દેશમાં શ્રવણના અવતરણ ને આગમનનો graph ઊંચો આવે જ!* આવો, એક કથાથી પિતાના પ્રેમના પારાવારને સમજીએ, દરિયાવ દિલને ઓળખીએ.

👨‍👦 *મુંબઈ, વાલકેશ્વર, બાબુ અમીચંદ પન્નાલાલ, તીનબત્તીનું મહાપ્રભાવિક શ્રી આદિશ્વર દાદાનું ભવ્ય જિનાલય.* અમારું ચોમાસુ પૂર્ણ થયું. વિહારના આગલા દિવસે ભક્તિભીના વાલકેશ્વરવાસીઓ આંખોમાં ચોમાસુ લઇ-લઈને આવતા રહ્યા. *સાંજે ગોચરીના ટાઈમે એક ભાઈ આવ્યા.* મને કહે, *"સાહેબ! 2 મિનિટ વાત કરવી છે."* મેં કહ્યું, *"કાલે વિહાર નજીકમાં છે. ત્યાં આવશો, તો વાત થશે. અત્યારે તો તમે જુઓ જ છો, વાત ક્યાં થશે?"*

👨‍👦 ને ત્યાં જ ગોચરી આવી ગઈ. મેં કહ્યું, *"કાલે શાંતિથી વાત થશે."* ત્યાં જ ગોચરીની સાયરન વાગી! *"પધારો! ગોચરી વાપરવા."* મેં કહ્યું, *"બસ.."* આ બસ બોલતા ઉભા થતા મેં એમની સામું જોયું, તો એમની આંખમાંથી આંસુ પડ્યા. *હું પાછો પાટ પર બેસી ગયો.* મેં કહ્યું, *"બોલો! શું વાત કરવી છે?"* એ ભાઈના પત્ની બોલ્યા, *"સાહેબ! આજે બપોરે 12:00 વાગે અમને બંનેને દીકરાએ ઘરમાંથી ધક્કો મારી કાઢી મૂક્યા."* ને આટલું બોલતા તો.. બેન હિબકે ચઢ્યા.

👨‍👦 પેલા ભાઈની આંખ નીતરતી હતી. *મારી આંખો આદ્ર બની ગઈ.* મેં કહ્યું, "તમે બપોરે જમ્યા કે નહિ?" *"સાહેબ! પાણી'ય નથી ઉતરતું. અમે નોંધારા થઇ ગયા. શું થશે? બસ.. આપની પાસે આશીર્વાદ લેવા આવ્યા છીએ."* મેં કહ્યું, *"અત્યારે ક્યાં જશો?"* "સાહેબ! અત્યારે તો દહીસરમાં ઓળખીતાને ત્યાં જઈશું. પછી ભગવાન ને તમે છો ને." મેં કહ્યું, *"તમે પહેલા નીચે વાપરી લો. હું'ય ત્યાં સુધી ગોચરી કરી લઉં."* એ કહે, *"ના સાહેબ! ખાવું તો નથી જ."* મેં ખૂબ કહ્યું. પણ.. બેન બોલ્યા, *"સાહેબ! નહીં ખવાય."*


-------------------------------------------------------
_1 મિનિટ_
_*9 મહિના પેટમાં ઉપાડી, જનમ દેનારી કૂખને.. દુઃખ દેનારી ને ભૂખે મારનારી આ કપૂતની કપૂતાઈ ક્યાં! ને માતા-પિતાની ઊંચાઈ ક્યાં!*_
-------------------------------------------------------


👨‍👦 કથા વાંચો આગળ - અમે ગોચરી વાપરીને બહાર આવ્યા. *એ પહેલા એક ભક્તને કહ્યું ને, 10,000ની પેટીપેક થોકડી રૂમાલમાં વીંટીને એ ભાઈના હાથમાં પકડાવી, સડસડાટ ઉતરી જવાનું સમજાવ્યું.* એ ભાઈએ એ જ કર્યું. પેલા પૂછે, *"ભાઈ! શું છે? કોને આપવાનું છે?"* પણ.. પેલા તો ઉતરી જ ગયા. *પેલા ભાઈ પાછળ ગયા, પણ.. _વાદળાં વરસીને આકાશમાં આભાર માટે ક્યાં રોકાય છે!_*

👨‍👦 પેલા ભાઈએ રૂમાલ ખોલ્યો, 10,000ની થોકડી જોઈ મારી પાસે આવ્યા. મને કહે, *"સાહેબ! પેલા ભાઈ જે મને પેકેટ આપી ગયા, એમને આપ ઓળખો છો?"* મેં કહ્યું, *"કેમ, બોલો?"* "સાહેબ! એ 10,000 રૂપિયાની થોકડી આપીને ચાલ્યા ગયા." મેં કહ્યું, *"રહેવા દો, કામ લાગશે."* આ દુઃખી પિતા મોટી factoryના માલિક હતા. મોટો કારોબાર હતો. એ સમજી ગયા.

👨‍👦 મને કહે, *"સાહેબ! મારે પૈસા નથી જોઈતા. અમે તો થોડાક તમારા આશીર્વાદ લેવા આવ્યા કે, ક્યાંક અમે ખોટું પગલું ભરી ન બેસીએ. આ રૂપિયા પેઢીમાં આપી દઉં છું. આપ એ ભાઈને આટલું...."* બોલતા એ રડી પડ્યા. મેં કહ્યું, *"હમણાં રાખો. ઘરનું ભાડું કે બીજી ચિંતા ના કરતા."* ને મેં પૂછ્યું, *"જે ઘરમાં તમે રહો છો, એ ઘર કોના નામ પર છે?"* ને એ ભાઈ બોલ્યા, *"સાહેબ! મારા નામ પર છે."* મેં કહ્યું, *"તો તમે ચિંતા ના કરો. આપણા ઘણા ભક્તો મોટા lawyer છે. બધી ઓળખાણ છે.* ઘર તમારા નામ પર છે, તો દીકરો તમને ઘરની બહાર ન કાઢી શકે. *જો એને તમારી સાથે ન રહેવું હોય, તો એ બહાર નીકળે. તમારે નીકળવાની જરૂર નથી. ઘર તમારા નામ પર છે, પછી ચિંતા શેની?"* એ વખતે એ ભાઈ બોલ્યા...


-------------------------------------------------------
_1 મિનિટ_
_*માં-બાપનું દિલ કેવું દરિયાવ હોય છે, ભરતી ને ઓટ વગરનું.. સદા છલકાતું આ કેવું હૃદયકમલ! કે રાતદિવસ ક્યારેય ના કરમાતું. પણ.. અફસોસ! પુત્રને ક્યાં આ બધું સમજાતું, નથી સમજાતું, માટે જ તો આવું બધું થાતું.*_
-------------------------------------------------------


👨‍👦 કથા - પેલા ભાઈ કહે, *"સાહેબ! આપ કહો છો, ઘર તમારા નામ પર છે, તો કોઈ ચિંતા નહીં. પણ.. સાહેબ! ઘર મારા નામ પર છે, તો દીકરો'ય મારા નામ પર છે!"* ને એ પિતા બે હાથથી મોઢું છૂપાવી ખૂબ રડ્યા.


-------------------------------------------------------
_1 મિનિટ કથા પછી વાંચજો,_
_*અમારી આંખો કોરી ન રહી શકી, એ'ય વરસી પડી. આંસુની અસર સંતને થાય, સેતાનને નહિ. દુનિયા જેને સેતાન કહી દે, એવા સંતાન માટે'ય જે બાપના મનમાં આટલો પ્રેમ, અખૂટ વાત્સલ્ય, ને વ્હાલ વરસે છે, એ માં-બાપને ઘરની બહાર કાઢનારા, કે રઝળતા મૂકનારા, કે વૃધ્ધાશ્રમમાં નોંધારા બનાવી.. નોંધણી કરાવી દેનારા, કે માં-બાપને રાખવાનો ઇનકાર કરી દેનારા સંતાનો, એટલું ધ્યાન રાખજો, આ તમારી F.D. છે, જે ક્યારેક પાકશે જ. ને ત્યારે તને'ય F.D. મળશે.*_

*F =* fail જઈશ તું, પુત્રપ્રેમ મેળવવામાં તારા મકાનમાં.. ને
*D =* defaulter બનીશ તું માર્કેટમાં.

_*ઘરમાં-મકાનમાં પ્રેમ નહીં મળે. માર્કેટમાં પૈસો નહીં મળે. પછી તારી જિંદગીમાં મળશે પીડા, પરેશાની, પરાધીનતા ને કદાચ પશ્ચાતાપનો તાપ. એ'ય નસીબ હશે તો, બાકી તો.. તાપ ને સંતાપ સિવાય કઈ નહીં હશે જિંદગીમાં.*_
-------------------------------------------------------


👨‍👦 એ ભાઈને રડવા દીધા. *ખોબો* ન આપી શકાય તો કઈ નહીં, પણ.. કોઈને રડવા, ને ખાલી થવા *ખભો* આપી શકાય, તો એ'ય મોટું સુકૃત છે!

_*કથાનો અંત તો, ભગવંત ને સંતની કૃપાએ ફરીથી વસંત લાવી ગયો. છેલ્લે.. આ કથા કોઈની જિંદગીમાં આવેલી પાનખરને વસંતમાં બદલે, એ જ સંતહૃદયી ભાવ.*_


*तन्हाई में आप पत्र हो,*
*मिलन में आप छत्र हो,*
*आप घर पर नहीं हो,*
*मेरे साथ सर्वत्र हो,*
*आप पिता हो!*

✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top