O Nem Jain Lyrics
(રાગ: હે રામ, હે રામ)
ગિરનાર વાસી, મુક્તિ વિલાસી (2),
હું ચાહું તારો પ્રેમ, ઓ નેમ... ઓ નેમ...
હું તો સંભારું, તું જો વિસારે (2),
નભશ આ પ્રીતિ કેમ... ઓ નેમ... ઓ નેમ...
પશુ ના પોકારો હદય માં ધારો (2),
મુજ વેળા આવું કેમ... ઓ નેમ... ઓ નેમ...
રાજુલ નારી કરુણા થી તારી (2),
મુજ પર કરશો ને રહેમ... ઓ નેમ... ઓ નેમ...
ટાળો ને વિભવો આપો નિજ ભાવ (2),
બને આતમ સાચો હેમ... ઓ નેમ... ઓ નેમ...
ઓ રખવૈયા પ્યારી મુજ મૈયા (2),
કરજો મુજ યોગક્ષેમ... ઓ નેમ... ઓ નેમ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો