બુધવાર, 29 જુલાઈ, 2020

Aani shudh man aastha આણી મન શુદ્ધ આસ્થા

Aani Shudh Man Aastha Lyrics 


આણી મન શુદ્ધ આસ્થા, દેવ જુહારું શાશ્વતા,
ચિંતામણી મારી ચિંતા ચૂર, પાશ્વનાથ મન વાંછિત પુર...

અણીયારી તારી આંખડી, જાણે કમળ તણી પાખડી,
મુખ દીઠે દુઃખ જાયે દૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર...

કો કોઈને કો કોઈને નમે, મારા મનમાં તુ હી રમે,
સદા જુહારુ ઉગતે સુર, ચિંતામણી મારી ચિંતા ચૂર...

મુજ મન લાગી તુજસુ પ્રીત, દુજો કોઈ ના આવે ચીત,
કર મુજ તેજ પ્રતાપ પ્રચુર, ચિંતામણી મારી ચિંતા ચૂર...

શંખેશ્વર ના સાચા દેવ, અશુભ કર્મ ને પાછા ઠેલ,
તું છે મારે હાજરા હજૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર... 

આ સ્તોત્ર જે મનમાં ધરે, તેના કાજ સદાય સરે,
આધી-વ્યાધિ દુઃખ જાયે દૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર...

ભવોભવ દેજો તુમ પદ સેવ, શ્રી ચિંતામણી અરિહંત દેવ,
સમય સુંદર કહે સુખ ભરપુર, ચિંતામણી મારી ચિંતા ચૂર...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top