મંગળવાર, 21 જુલાઈ, 2020

Tu Tare Ke Na Tare તું તારે કે ના તારે


Tu Tare Ke Na Tare Lyrics



(રાગ: પરાયી હું પરાયી)

તું તારે કે ના તારે, તારો સાથ ના છોડુ,
જે જોડ્યા તુજને હાથ બીજે હાથ ના જોડું...

ચમત્કારો દેખાડી કોઈ મુજને ભરમાવે,
વિચારો ક્રાંતિના ફેલાવી કોઈ બહેકાવે,
અનાથ સમજીને લાલચમાં કોઇ લપટાવે,
એ માયાવી મૃગજળ ની પાછળ, નાથ ના દોડું,
તું તારે કે ના તારે...

ભલે ને દિવસો આવે ભૂખ્યાં તરસ્યા રહેવાના,
સમુલા ઉપસર્ગો ને એકી સાથે સહેવાના,
કદાચ જગના લોકો મૂર્ખ મને કેહવાનો,
પણ સમજી ને લીધો તે સંગાથ ના છોડૂ,
તું તારે કે ના તારે...

ભરોસો છે કે મારો બેડો પાર થઇ જાશે,
મને તું વહેલો મોડો સામે પાર થઈ જાશે,
તમામ ઝંજવાતો ઠંડા થઈ ને રહી જાશે,
જે મૂક્યો છે તારામાં તે વિશ્વાસ ના તોડું,
તું તારે કે ના તારે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top