Jinavar Taaru Shasan Aa Jag Ma Chhe Mahan Lyrics
(રાગ: ચાહા હૈ તુજકો, ચાહુંગા હરદમ)
જિનવર! તારું શાસન, આ જગ માં છે મહાન,
એના આધારે, મારે તરવો આ સંસાર...
મને એ જ તારશે ભવપાર ઉતારશે, મજધાર માં નૈયા કાઠે પહોંચાડશે,
એવી મુજને શ્રદ્ધા છે, સાચી સાચી શ્રદ્ધા છે,
દ્રઢ મુજને શ્રદ્ધા છે, પાકે પાયે શ્રદ્ધા છે... જિનવર...
નસ્વર સબંધો જ્યારે સાથ છોડસે, ત્યારે નિશ્ચય મારો હાથ પકડશે,
સમજણ દેશે, સાંત્વના દેશે, શક્તિ પણ દેશે,
ભૂલો નો પડીશ મુજને, માર્ગ એ દેખાડશે,
ઢીલો જો પડીશ મારું, સત્વ એ વધારશે... જીનવર....
મૂંઝવણ થશે તો માર્ગદર્શન આપશે, અવઢવ માં સાચી સમજણ આપશે,
મોક્ષમાર્ગ નું, એકાંતે, આકર્ષણ આપશે, પુરુષાર્થ કરશે એને, આધાર આપશે,
સમર્પિત થયેલા નું, ધ્યાન સદા રાખશે... જીનવર...
અજ્ઞાન અંધકાર ને એ દૂર કરશે, જ્ઞાન ના અજવાળા એ જરૂર કરશે,
સત્વ દેશે, તત્વ દેશે, મીથ્યાત્વ હરશે, અશુદ્ધ એવા આત્માને, શુદ્ધ એ બનાવશે, સાધના કરાવી અંતે, સિદ્ધ પણ બનાવશે... જીનવર...
શાસન એકાંતે સહુ ને સુખદાયી છે, શાસન થી વિપરીત બધું દુઃખ દાયી છે,
જીન શાસન ની, પ્રત્યેક આજ્ઞા, શિરદાયી છે, આજ્ઞા જે પાળશે તે, શિવસુખ પામશે,
શરણે જશે જે એના, ભવદુઃખ ભાંગશે... જીનવર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો