ગુરુવાર, 23 જુલાઈ, 2020

Tari Jyoti Ne Me Joi તારી જ્યોતિને મે જોઈ

Tari Jyoti Ne Me Joi Lyrics


(રાગ: તેરે હોઠો કે દો ફૂલ પ્યારે પ્યારે)

તારી જ્યોતિ ને મે જોઈ, જ્યારે જ્યારે,
મારે કોઠે કોઠે દીવા પ પ્રગટ્યા ત્યારે,
પ્રભુ! તારા વદનની, બલિહારી, બલિહારી!...

તારી ધારા ને મે ઝીલી, જ્યારે જ્યારે,
મારા રોમે રોમે ફૂલ, ખીલ્યા ત્યારે,
પ્રભુ! તારા વચનની, બલિહારી, બલિહારી!...

તારી ક્રાંતિ જોતા જોતા, મારી આખો કદી ના ધરાયે,
તારું અમૃત પીતા પીતા, મારી ગાગર કદી ના ભરાયે,
તારો અલબેલો દેદાર, જાણે જોઉં વારંવાર (2),
એવી તારા દર્શનની... બલિહારી, બલિહારી!...

મને સપનામાં પણ સ્વામી, તારો થાયે સદાયે સમાગમ,
એની મસ્તી એવી મજાની, બીજી કઈ રહે ના ગતાગમ,
જયારે પામું તારો પ્યાર, ત્યારે ભૂલું આ સંસાર (2),
એવી તારા મિલનની... બલિહારી, બલિહારી!...

મારા ખાલી ખાલી મનમાં, તારી યાદ ભરે છે ખુશાલી,
મારા અંધારા જીવન માં, તારી તારી દીપ્તિ કરે છે દિવાળી,
લેતા એક જ તારું નામ, હૈયુ પામે છે વિશ્રામ (2),
એવી તારા સ્મરણની... બલિહારી, બલિહારી!...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top