સોમવાર, 20 જુલાઈ, 2020

Prem Na Bandhan Jo Je Tuti પ્રેમના બંધન જો જે તૂટી

Prem Na Bandhan Jo Je Tuti 


(રાગ: પહેલી પહેલી બાર મહોબત્ત કી હૈ)

પ્રેમ ના બંધન જોજે તુટી જાય ના હો... હો...
અધવચ માં મારી નૈયા ડૂબી જાય ના (2),
ઘડીએ ઘડીએ વીર તારી વાટ હું તો જોતી,
તારા કાજે આખી (2), રાત હું તો રોતી,
તારો વિયોગ હવે વીરજી સહેવાય ના...

હર ધડકન માં હર શ્વાસમાં હૂ તો તમને સમરું,
મારી આ આખો માં બસ હું વીર તમને નિરખું,
તારા વિના પ્રભુ જીવન આ જીવાયના...

ત્રિશલા માતા નો તું તો લાડકવાયો વીર,
સિદ્ધારથ રાજાનો તું તો લાડલો મહાવીર,
યશોદા ને પણ તારા વિના રહેવાયના...

ચૌદ સહસ અણગારમા તો પ્રથમ ગોયમ છે,
ગોયમ ના તો દિલમાં બસ વીર મહાવીર છે,
ગોયમ ને હવે વીર વિના રહેવાય ના...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top