બુધવાર, 29 જુલાઈ, 2020

Aaj To Badhai Raja Nabhi Ke darbar me આજ તો વધાઈ રાજા નાભિ કે દરબાર મે

Aaj To Badhai Raja Nabhi Ke darbar me Lyrics 


આજ તો વધાઈ રાજા, નાભિ કે દરબાર મે,
મરુદેવાએ બેટો જાયો, ઋષભકુમાર રે...

અયોધ્યા મે ઉત્સવ હોવે, મુખ બોલે જયકાર રે,
ઘનનન ધનનન ઘંટા વાગે, દેવ કરે થેઇકાર રે...

ઈન્દ્રાણી મિલ મંગલ ગાવે, મોતી માલા માલ રે,
ચંદન ચરચી પાયે લાગું, પ્રભુ જીવો ચિરકાળ રે...

નાભિરાજા દાન જ દેવે, વરસે અંખંડાધારા રે,
ગામ નગર પુર પાટણ દેવે, દેવે મણી ભંડાર રે...

હાથી દેવે સાથી દેવે, દેવે રથ તુખાર રે,
હીર ચિર પીતાંબર દેવે, દેવે સવી સણગાર રે,

તીન લોક મે દિનકર પ્રગટ્યો, ઘર ઘર મંગલ માલ રે,
કેવલ કમલારૂપ નિરંજન, આદિશ્વર દયાળ રે,

આજ તો વધાઈ રાજા નાભિ કે દરબાર મે,
નાભિ કે દરબાર મે, મરુદેવા કે આંગણે...


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top