Nemi Pritam Pyara lyrics
(રાગ: અભી મુઝમે કહી- અગ્નિપથ)
નેમી પ્રીતમ પ્યારા, વ્હાલા મારા નેમિનાથ (2),
તુજ સંગ પ્રિતડી એવી લાગી મને, નવભવ કેરી પ્રિતલડી...
પ્રભુ હાથ જાલી ભવપાર ઉતાર, ભવપાર ઉતારો મને,
મારા નેમિનાથ, પ્યારા નેમિનાથ, ભવપાર ઉતારો મને (2)...
સંયમ લેવાને કાજ, પ્રભુ જઇ વસ્યા ગિરનાર,
સહસાવને કરી નિવાસ, પ્રભુ કેવલ વર્યા ગિરનાર,
રૈવતગીરી મંડન દુઃખડા દૂર નિવારો,
સ્વર્ણગિરિ મંડન ભવ ના ફેરા ટાળો... પ્રભુ હાથ ઝાલી...
દીક્ષા કેવલ ને નિર્માણ, ત્રણ રત્ન પામ્યા ગિરનાર,
સાશ્વતગીરી શણગાર, તમે છો જીવન આધાર,
સિવાદેવી નદંન ચરણ શરણ આપો,
મુજ ભક્તિ ની વિનંતી પ્રભુ જી સ્વીકારો... પ્રભુ હાથ ઝાલી...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો