Prabhu Tamara pagle Pagle Lyrics
પ્રભુ તમારા પગલે પગલે, પા પા પગલી માંડી છે,
હવે તો અક્ષર પાડો હરિવર!, મારી કોરી પાટી છે...
બાળક છું હું, મને ખબર ક્યાં, શું છે સાચું જીવન,
પડી જાઉં ના ક્યાંયે પ્રભુ! કરું રોમ રોમ સંજીવન,
સિંચન કરજો મારા કણ કણમાં, મારી સુક્કી માટી છે...
બાળક પકડે માંની આંગળી, એમ હું ઝાલું છું તમને,
વર્ષા રાણી ભરે સરોવર, એમ ભરી દો અમને,
અમે અમારી હથેળીઓ માં, મિલનની રેખા આંકી છે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો