સોમવાર, 20 જુલાઈ, 2020

Prabhuji Pagal Thai પ્રભુજી પાગલ થઇ

Prabhuji Pagal Thai lyrics 


પ્રભુથી પાગલ થઇ કર પ્રીત,
પછી તારી જ્યા જાય ત્યાં જીત,
પ્રભુથી ભાવધરી કર પ્રીત, 
પછી તારી જયા જાય ત્યાં જીત....

કર પ્રયત્ન સંતાપ મૂકી દે, યશ અપયશ નહીં હાથ,
કોઈ પુરે ના આશજો તારી, પૂરશે શ્રી જગન્નાથ,
એ તો છે યુગપુરણી રીત .. પછી તારી...

નિશ્ચય કરી લે ક્યારે જવું , શું કરવો વ્યાપાર,
લાભ હાનિ તું સમજી લે ,તો થાશે બેડો પાર,
સમજી ને પરહિત માં છે સ્વહિત... પછી તારી...

પૂર્ણ વિરામ મેળવવું છે તો, મુક અલ્પ અર્ધવિરામ,
પ્રભુ ના ચરણે શીશ નમાંવી, ઓળખ આતમ રામ,
ફરતું બાંધી લે તારું ચિત્ત.. પછી તારી...

દેવ જિનેશ્વર વીર વીતરાગી, હૈયે ધરે જગહિત,
પ્રાણી માત્ર નો હિતચિંતક, એ સહુ થી કરતો પ્રીત,
હૈયે વસે એ વચના તિત... પછી તારી...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top