શનિવાર, 25 જુલાઈ, 2020

Che Mujne Tamanna Toh Bhagvan Thavani Lyrics છે મુજને તમન્ના તો ભગવંત થવાની

Che Mujne Tamanna Toh Bhagvan Thavani Lyrics


છે મુજને તમન્ના તો ભગવંત થવાની,
પરંતુ મને મારા કર્મો નડે છે,
હસીને જે બાંધ્યા કરમ ભારે કેવા,
ઉદય માં જો આવે તો આખો રડે છે... છે...

પ્રભુ તારો મારગ છે એક સુરા નો (2),
એ મારગે જે આવે મળે એને મુક્તિ,
એ મારગ જવાને કદમ હું ઉપાડું (2),
ત્યારે મારું સત્વ તો ઓછું પડે છે... છે...

સહન શક્તિ માંગુ, સમજણ શક્તિ માંગુ (2),
હું માંગુ છું સદગુણ ને સાચી ભક્તિ,
મને ખાત્રી છે હું માંગુ એ મળશે (2),
પરંતુ જોળી મારી નાની પડે છે... છે...

પ્રભુ તું છે શુદ્ધ , હું દોષો થી યુક્ત (2),
હું બંધન માં કેદ, તું કર્મો થી મુક્ત,
હું જેવો છું તેવો પ્રભુ તોય તારો (2),
સ્વીકારીશ મને તું એ ખબર છે... છે...

ઘણી દૂર છે મંજીલ ને રસ્તો અજાણ્યો (2),
તું સાથી છે મારો ને તું જ સહારો,
પહોંચવું છે મારે એ મંજીલ સુધી પણ (2),
મને તારી કૃપા ને હૂફ ની જરૂર છે... છે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top