Motivational Story 64
-------------------------------------------------------
_આર્ય સંસ્કૃતિની ઝાંખી કરાવતી એક આદર્શ કથા, પરિવારને સામે રાખીને વાંચો._
-------------------------------------------------------
_*સત્ય ઘટના*_
*ખારા સમુદ્રમાં'ય મીઠી વીરડી પોતાની મીઠાશ અકબંધ જાળવી રાખે છે, ને અમાસી અંધકારમાં'ય ધ્રુવનો તારો પોતાના તેજને વધુ દેદીપ્યમાન બનાવી દે છે.* ને ઉકરડા વચ્ચે'ય નાજુક નમણું ગુલાબ પોતાની સુગંધને ફેલાવે છે. *એનો અર્થ એટલો જ કે, જેણે પોતાના વ્યક્તિત્વને જાળવી રાખવું છે, એને આજુબાજુનું વાતાવરણ disturb નથી કરી શકતું, કે નથી નિષ્ફળ કરી શકતું.* એક સત્ય ઘટનાની સાક્ષી.
🦜 *દાતારોની નગરી મુંબઈ, મોહમયી મુંબઈ. છતાં, જ્યાં બદી ને બરબાદીનો મેળો બારેમાસ બરકરાર રહે છે.* મુંબઇનો posh area. *પિતા-પુત્ર બે જ જણ. well furnished, sea-face flatમાં મોજથી રહે.* માતાના અવસાન પછી ઢીલા પડી ગયેલા પિતાને આ સમજુ યુવાને બરાબર સાચવી લીધા. *પત્નીની ખોટ દીકરાના પ્રેમાળ વ્યવહારના સથવારે પિતા જીરવી શક્યા, ને જીવી શક્યા.*
🦜 સુખીસંપન્ન-સંસ્કારસંપન્ન પરિવાર હતો. *યુવાન દીકરા માટે માંગાઓ પર માંગા આવતા રહેતા.* પિતાની ઈચ્છા હતી, દીકરો પરણે, હું વહુનું મોઢું જોઉં. ઘર બગીચો બને, બાળકો કિલ્લોલ કરે. *પણ.. દર વખતે યુવાન દીકરો સવિનય ના જ પાડે.* એક દિવસ જાણીતા પરિવારનું માંગુ આવ્યું. પિતાએ કહ્યું, *"બેટા! આ છોકરીને તો તું જો. તને ગમે, તો હા પાડજે. આમાં ને આમાં તારી ઉંમર વીતી જશે. પછી બાંધછોડ કરવી પડશે. Compromise વગર ઠેકાણું નહીં પડે."*
🦜 પણ.. દીકરાએ કહ્યું, *"પપ્પા! મારી ઈચ્છા નથી."* "બેટા! મારી ઈચ્છા છે. આ યોગ્ય ઉંમર છે. સગાવ્હાલા ને પરિચિતોએ પણ force કર્યો. આ જ ઉંમર right છે, તું કરી લે." *તો'ય યુવાને નકાર ભણ્યો.* પિતાની આંખમાં આંસુ જામ્યા. બધાએ ફરી દબાણ કર્યું. ને કહ્યું, *"લગ્ન યોગ્ય વય આ જ છે. તું કરી જ લે."*
-------------------------------------------------------
_એક મિનિટ,_
_*લગ્નની ઉંમર, યોગ્ય વય, right time.. આ બધું નક્કી કરનાર કોણ? તમારો જવાબ હશે - સમાજ. તો દીક્ષાની ઉંમર-વય આ બધું નક્કી કરનાર સર્વજ્ઞ શાસન છે.*_
_*8 વર્ષની વય દીક્ષા માટે યોગ્ય છે, એ પ્રભુએ ફરમાવ્યું.* ઘણા કહે છે, પણ.. નાદાન ઉંમરમાં, કાચી સમજમાં બાળકો દીક્ષા લે, પછી પસ્તાય છે. *એક સવાલ પૂછીએ એ લોકોને કે, લગ્ન કરનારાની યોગ્ય ઉંમર તમે બાંધી, અને જે લોકોએ લગ્ન કર્યા છે, એમાંથી divorce કેટલાએ લીધા? પરણીને પસ્તાયા વગરના કેટલા?* તમારી વાત તમે જાણો. બાકી.. *બાળ ઉંમરમાં દીક્ષા લઇ છોડનારા, કે દીક્ષા લઈને છોડનારાની સંખ્યા 100ના કેટલામાં ભાગે આવે તે વિચારજો.* percentageમાં આસમાન જમીનનું અંતર હશે જ._
-------------------------------------------------------
🦜 કથા - પેલા કરોડપતિ યુવાને બધાના force સામે જોવાની હા પાડી. *Meeting ગોઠવાઈ. બંને જણે એક બીજાને જોયા.* કોઈ ઋણાનુબંધ હશે, યુવાને કહ્યું, *"તું મને પસંદ છે. પણ.. મારી એક શરત છે. જો તને એ મંજૂર હોય, તો જ આગળ વધીએ."* મુંબઈની હવામાં ઉછરેલી ગર્ભશ્રીમંત ઘરની દીકરીએ કહ્યું, "શરત મંજૂર છે." *"પણ.. તું સાંભળી લે. વિચારજે, બે દિવસ પછી જવાબ આપજે.*
🦜 યુવાને કહ્યું, *"જો, મારા પપ્પાને બે એટેક આવી ગયા છે. ક્યારે શું થઇ જાય, એ કહેવાય નહિ. એટલે રોજ રાતે મારી પથારી મારા પપ્પાની બાજુમાં જ પડે છે. ને જ્યાં સુધી પપ્પાની છાયા છે, ત્યાં સુધી એ છાયામાં જ હું સૂવાનો.* બસ, આટલી જ મારી વાત છે. *કેમ કે, રાતે પપ્પાને કઈ થાય, તો ખબર કેમ પડે?, ને નવકાર મંત્ર કોણ સંભળાવે?"*
-------------------------------------------------------
_One મિનિટ, please,_
_*મુંબઇનો એક well set, well educated, ને super rich familyનો યુવાન આવું કહી શકે, કરી શકે, જે બીજા વિચારી પણ ન શકે! માટે જ, જૈન સંઘને ગુણરત્નાકર એટલે, 'ગુણોનો સાગર છે સંઘ' એવી ઉપમા આપવામાં આવી છે. એ આવા યુવારત્નોને લઈને જ હશે ને!*_
-------------------------------------------------------
🦜 કથા - પેલી કન્યા પૂરી આમાન્યા રાખીને બોલી, *"મને માન્ય છે તમારી વાત."* પોતાના મોભા પ્રમાણે જૈનાચારને જાળવીને બેયના લગ્ન થયા. લગ્નની પહેલી રાત. યુવાને કહ્યું, *"મારી પથારી પપ્પાની પાસે ત્યાં જ."* પત્ની બોલી, *"હું પાથરીને આવી છું. ને ચાલો, હું'ય પપ્પાને પગે લાગી દઉં."* ને બંને પપ્પા પાસે આવ્યા. *યુવાને જોયું તો પપ્પાની બંને બાજુ પથારી પાથરેલી હતી.*
🦜 એણે આશ્ચર્ય સાથે પૂછ્યું, *"બે પથારી કેમ પાથરી?"* પત્ની બોલી, *"એક બાજુ તમે સૂજો, બીજી બાજુ હું સૂઈશ."* યુવાન સ્તબ્ધ થઇ ગયો. ભાવાવેશમાં આવીને એ બોલ્યો, *"પણ.. તારી પથારી પપ્પા પાસે?"* ને *એ કન્યાએ પતિને જે જવાબ આપ્યો ને, એ જૈન સંસ્કારનો પરિચય હતો. એ મયણા, સુલસા, ને અનુપમાનો વારસો હતો.* દીકરીને આવા સંસ્કાર આપે તે માતાપિતાને ધન્યવાદ છે.
🦜 તેણીએ કહ્યું, *"તમે જે કારણ બતાવ્યું હતું કે, પપ્પાને બે એટેક આવી ગયા છે, રાતે કઈ થઇ જાય, તો નવકાર મંત્ર કોણ સંભળાવે? બસ.. એટલે જ મારી પથારી પણ પપ્પાની પાસે જ રહેશે. by chance, તમને ઝોકું આવી ગયું હોય, ને તે વખતે પપ્પાને તકલીફ થઇ જાય તો? એટલે આપણે બંને પપ્પાની આજુ-બાજુ સૂઈશું, જેથી બેમાંથી એક તો જાગતા રહી શકે."* ને બંનેની આંખોમાંથી જાણે મોતીઓ વરસ્યા. પણ.. આ શબ્દો જેમને લઈને બોલાયા, એ પપ્પા તો મીઠી નિંદરમાં ધીમા-ધીમા નસકોરા બોલાવતા સૂઈ ગયા હતા. પણ.. આ મીઠી નિંદર, આ શબ્દો બોલનારાને જ આભારી હતી.
_*કથા તો પૂરી કરીએ, પણ.. એક પિતા માટે પુત્ર કેટલું બલિદાન આપી શકે છે, એનો આ 'કલયુગમાં'ય સતયુગ છે'નો પુરાવો છે. આવા આદર્શ દંપતી, શ્રાવક-શ્રાવિકા બનવાનો પ્રત્યેક યુવાન-યુવતી, પતિ-પત્ની સંકલ્પ કરે, તો ઘર-ઘરમાં મીઠી નિંદર માતા-પિતા લઇ શકે, તે નક્કી.*_
*माँ-बाप के पास बैठने के दो फायदे है,*
*आप कभी बड़े नहीं होते,*
*और माँ-बाप कभी बूढ़े नहीं होते!*
✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો