Jai ho Girnar Lyrics
(રાગ: ખેડ માંડલા - નટરંગ)
ગિરનાર ગિરિ તરણ તારણ જહાજ, નેમિનાથ દાદો મારો ગિરિ સિરતાજ,
તારા ગુણ ગાતા ગિરિ થાયે બેડો પાર, હાથ મારો ઝાલી હવે ભવપાર ઉતાર,
તું જ મારો શ્વાસ ગિરિ, તું જ વિશ્વાસ, તું જ એક ગિરિ મારી આશ...
જય હો ગિરનાર, ગરવો ગિરનાર, જય હો ગિરનાર, જય હો... ગરવો ગિરનાર...
તાર ગિરિ તાર મને ભવસાગર તરાવ,
તુજ ભક્તિ મુજ શક્તિ શરણ આધાર,
તાર ગિરિ તાર મને ભવનિસ્તાર કરાવ,
તું જ ગતી તું જ મતી તું પરમ આધાર...
હો... ગિરનાર તારો છે સંગાથ, માથે હાથ તારો નેમનાથ,
ભવોભવ મળજો તારો સાથ, સ્વીકારો અરજ નાથ,
તું જ મારું ગીત ગિરિ, તું જ મારી પ્રીત છે,
તુજ મારું સ્મિત છે ગિરિ, તું જ મારી રીત છે,
તું જ મારો શ્વાસ ગિરિ, તું જ વિશ્વાસ, તું જ એક ગિરિ મારી આશ,
જય હો ગિરનાર, ગરવો ગિરનાર, જય હો ગિરનાર, જય હો... ગરવો ગિરનાર...
તારું સરણુ જેણે સ્વીકાર્યું, ગિરિ કર્યા અનંતા ઉદ્ધાર,
સિધ્ધિપદ ગિરિ ગિરિરાય, મને તારી કરો ઉપકાર,
તું જ મારું હિત ગિરિ, તુજ મારી જીત છે,
તું જ મારું લક્ષ્ય ગિરિ, તું જ થકી મોક્ષ છે,
તું જ મારો શ્વાસ ગિરિ, તું જ વિશ્વાસ, તું જ એક ગિરિ મારી આશ
જય હો ગિરનાર, ગરવો ગિરનાર, જય હો ગિરનાર, જય હો... ગરવો ગિરનાર...
જય જય જય શ્રી નેમિનાથ, જય જય જય શ્રી નેમિનાથ
વ્હાલા દાદા નેમિનાથ, મારા પ્યારા નેમિનાથ
જય જય જય શ્રી ગઢ ગિરનાર (3), જય જય ગરવો ગિરનાર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો