Motivational Story 13
_*ગેરેન્ટી ક્યાં છે?*_ ધરતીમાં વાવ્યું હોય મુઠ્ઠી ભરીને અને ધરતી કોઠી ભરીને આપે જ. ને બેંકમાં મુક્યું હોય થેલી ભરીને અને બેંક થેલો ભરીને આપે જ. એવી ગેરેંટીમાં રાચનારાને ધરતી રૂઠી જાય ને બેન્ક ઉઠી જાય ત્યારે ઘર ને ઘંટી વેચવાના દા'ડા આવે છે. પણ.. આ કથા વાંચીને તમે જ બોલી ઉઠશો, અહીં તો દાણો દેનારને ડેલો ભરીને મળે છે, ટીપું પાનારને તળાવ, ને કણ દેનારને મણ ને ટન મળે છે, 100 ટકાની ગેરેન્ટીની સાથે...
👨🏻⚕️ સવારનો તડકો આકરો બન્યો હતો. *એક 12-13 વરસનો ગરીબ છોકરો, સ્કૂલની ફી ભરવા ઘેર-ઘેર જઈને, વસ્તુઓ વેચતો. પણ.. આજે એનાથી ચલાતું નથી, કાલનો ભૂખ્યો છે. ભૂખ અસહ્ય બનતા એની આંખમાંથી બે આંસુ ટપકી પડયા.* એક ઘર ખુલ્લું જોઈ એ ત્યાં દોડી ગયો.
👨🏻⚕️ એક યુવાન કન્યા ત્યાં ઉભી હતી. પણ.. એની માંગવાની હિંમત ન ચાલી. એ બોલી ન શક્યો. એણે ફક્ત પાણી જ માંગ્યું. *પેલી યુવતીએ જોયું, છોકરો ખૂબ નંખાઈ ગયેલો છે, એ ભૂખ્યો લાગે છે. એણે એક મોટો ગ્લાસ ભરીને દૂધ લઇ આવીને આપ્યું.* ગરીબ છોકરો ધીરે-ધીરે દૂધ ગટગટાવી ગયો.
👨🏻⚕️ યુવતીએ પૂછ્યું, *"હજુ કંઈ જોઈએ છે?"* ગરીબ છોકરો બોલ્યો, *"આનું મારે શું આપવાનું છે?"* એ વખતે યુવતી બોલી, *"મારી માતાએ શીખવ્યું છે, એનું કાંઈ ન લેવાય."* ગરીબ છોકરો ગળગળો બની ગયો, ને એટલું જ બોલ્યો, *"હૃદયથી તમારો આભાર."* એના શરીરમાં ઊર્જા આવી ગઈ ને માનવતા પર ને પરમાત્મા પર એની શ્રધ્ધા દૃઢ થઇ.
👨🏻⚕️ વર્ષો વીત્યા. આ યુવતી મોટી થઇ. *એક દિવસ અચાનક ગંભીર બીમારીમાં સપડાઈ. સ્થાનિક ડોક્ટરોની અથાગ મહેનત, પણ.. એની તબિયત વધુ લથડી. મોટા શહેરમાં, મોટી હોસ્પિટલમાં એને Admit કરવામાં આવી.* છેલ્લે.. હોસ્પિટલે આ રોગને માટે Specialist ડોક્ટરને બોલાવ્યા.
👨🏻⚕️ *Dr. Howard Kelly આવ્યા.* બધા જ ડોક્ટરોએ કહ્યું, *"સર, કંઈ સમજાતું નથી. બાજુના ગામમાંથી આ પેશન્ટને ત્રણ દિવસથી લાવવામાં આવ્યા છે."* Dr. Howard Kellyએ એ સ્ત્રીને તપાસી. એની ઢળેલી ડોક સીધી કરી. *ડોક્ટરે એની આંખ, એનું મોઢું ચેક કર્યું. ને ડોક્ટર ઊંડા વિચારમાં પડી ગયા હોય, એવું લાગ્યું.*
👨🏻⚕️ સાથી ડોક્ટરોએ કહ્યું, *"Very Serious કેસ છે."* Dr. Howard Kellyએ અભ્યાસ-અનુભવ ને ઇન્ટરનેટ.. બધું જ કામે લગાડ્યું. *ખર્ચાળ ને લાંબી ટ્રીટમેન્ટ પછી યુવતીનો રોગ નાબૂદ થયો. એ સાજી થઇ ગઈ.* આજે એને રજા આપવાની હતી.
👨🏻⚕️ Dr. Howard Kellyએ હોસ્પિટલનું બિલ પોતાની પાસે મંગાવ્યું ને જરૂરી સૂચનાઓ આપી, ને બિલની નીચે કંઈક લખ્યું. ને બિલ પેશન્ટને પહોંચાડવા જણાવ્યું. *બિલ હાથમાં આવતા જ, એ બેચેન બની ગઈ. બિલ વાંચવાની એની હિંમત ન થઇ.* કારણકે એને ખબર હતી આ ગંભીર બીમારીની ટ્રીટમેન્ટ કેટલી ખર્ચાળ થઇ હશે.
👨🏻⚕️ ત્યાં જ Dr. Kelly આવ્યા. એમણે સ્મિત સાથે હાથ મિલાવ્યો ને કહ્યું, *"હવે તમે સંપૂર્ણ સ્વસ્થ છો. જઈ શકો છો. અને ક્યારેય તકલીફ પડે કે કંઈ પણ કામ હોય, તો મને યાદ કરજો."*
👨🏻⚕️ પેલી સ્ત્રી લાંબા બિલને વાંચતી ગઈ. એનો શ્વાસ ચઢતો ગયો. આખું બિલ વાંચ્યા પછી, એક નાની લાઈન વાંચી, જેમાં લખ્યું હતું, *"બિલ ચૂકતે કરી દીધું છે, એક દૂધના ગ્લાસે"* ને નીચે Dr. Howard Kellyની સિગ્નેચર હતી.
👨🏻⚕️ *પેલી સ્ત્રીને, એ છોકરો.. એ ગ્લાસ.. એ દૂધ.. યાદ આવી ગયા. ને એ Dr. Kellyનો આભાર માનવાની સુધ-બુધ ખોઈ બેઠી.*
યાદ રહે,
એક દૂધનો ગ્લાસ.. વર્લ્ડ કલાસ હોસ્પિટલ ને ફર્સ્ટ કલાસ ડોક્ટર ને સુપર ક્લાસ ટ્રીટમેન્ટ અપાવી શકે છે, એની ગેરેન્ટી છે! પરોપકાર-દયા ક્યારેય નિષ્ફળ જતા જ નથી.
_*આ લોકડાઉનનો સમય છે. કદાચ તમારા ગામમાં, તમારી ગલીમાં, રે.. તમારી પાડોશમાં પણ... એક દૂધના ગ્લાસ માટે કે એક ટંકના ભોજન માટે'ય, ક્યાંક ઉદાસી ને ચિંતાના વાદળો ચઢી આવ્યા હશે. કાલની ચિંતા કાળજાને કોરી ખાતી હશે. ખામોશ ને ઉદાસ બેઠું હશે આખું ઘર. તમે દીવડા પ્રગટાવી શકો કો'ક ઘરોમાં, તો દિવાળીનો પ્રકાશ પથરાશે!*_
(એક સત્ય ઘટના)
👉 *Please..* પરિવારને ભેગો કરીને વાંચો.
*સમજી શકનાર વ્યક્તિને માથે જ સમજવાની જવાબદારી હંમેશા વધારે આવે છે.*
*✍🏻 લેખક*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો