ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 69

-------------------------------------------------------
_શેઠ ઓઘડ - એક આદર્શ વ્યક્તિત્વ._
_વાંચો, સપરિવાર.._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*જોડ ઝભ્ભા ને jeansની factories તો ક્યારની'ય શરૂ થઈ ગઈ છે. માણસ પૂજાની જોડ પણ નવા-નવા રંગની ને અવનવી designની લઈ આવે છે, ને વારે-તેહવારે જુદી-જુદી પહેરે છે.* ઝભ્ભાની'ય અલગ-અલગ varieties અલમારીમાં ભરી રાખે છે, ને પસંદ પડે તે પહેરી લે છે. *jeansની latest designની અનેક ખરીદી ને choice પ્રમાણે, mood પ્રમાણે use કરે છે, પહેરે છે. અને જોડ ઝભ્ભા ને Jeans.. ડઝન, બે ડઝન, કે ત્રણ ડઝન મળી શકે છે એની factories છે. એટલે એ એને રોજ 3 વાર કે 10 વાર બદલે, તો'ય વાંધો નથી આવતો.*

*પણ.... માણસ વારંવાર જબાન બદલે છે, બોલેલું ફેરવી તોળે છે, એ કઈ રીતે કરે છે? શું જીભની factories ચાલુ થઈ ગઈ છે, કે duplicate product chinaથી import કરે છે?* 10 જણાને જુદી-જુદી જબાન જે રીતે માણસ આપે છે, એટલે ક્યાંક underground કે મિલિભગતમાં એણે કોઈક મશીનરી આયાત તો કરી જ હશે, ને જીભનું production ચાલુ કર્યુ હશે! *ને વધુમાં, મોબાઈલે માણસને બહુજીહ્વા બનાવ્યો. ને પાછુ એક-એક માણસ પાસે બબ્બે, ચાર-ચાર મોબાઈલો, એમાં વળી અલગ-અલગ sim cards....!*

આવા બે-વચની સમયમાં.. _*"रघुकुल रीत सदा चली आई, प्राण जाए अरु! वचन न जाइ"*_ એ જૂની પંક્તિઓને પુર્નજીવિત કરતો પ્રસંગ. વાંચો, કદાચ ભીના બની જશે નયન.

👅 *ગુજરાતનુ અંતરીયાળ ગામ 'સેજકપુર'.* ઓછી વસ્તી, ઓછો વ્યાપાર. *એ ગામનો કંગાલ માણસ - 'ઓઘડ'. કામ-ધંધા વગરનો. પણ.. મહેનતકશ,* _માણસ મહેનત કરવામાં ક્યાંય પાછો ના પડે, ગમેતેમ કરીને ધક્કામાર ગાડી ચલાવે ખરો._ *ખાનદાની એના બાપની. મીઠો'ય ખરો, ને પરગજુ'ય ખરો.*

👅 એક દિવસ કંટાળ્યો હશે, ને જઈ ચડ્યો ગામના જોશીને ત્યાં. ને જઈને સીધો હાથ ધરી દીધો. ને કહ્યું, *"મહારાજ! પૈહા-બૈહાનો જોગ છે કે નહીં, કે ભુખડી બારસ જ રેખાઓ છે હાથમાં?"* જોશી મહારાજ કહે, *"અલા ઓઘા! તને ખબર છે? રાજા પાસે, દેવ પાસે, ને ગુરુ પાસે _"रिक्तपाणिर्न गच्छेत्"_ એટલે કે, ખાલી હાથે ન જવાય. કંઈક ને કંઈક ભેટ મૂકવું, તે શુકન છે."*

👅 ઓઘો કહે, *"મહારાજ! ભેટ નહિ મળે, ને દક્ષિણા'ય નહિ મળે. ને ફી-બીની તો આશા જ ન રાખતા. અહીં કંઈ છે જ નહિ. પહેલા પૈસો નસીબમાં છે કે નહીં, પૈસા આવશે કે નહીં, તે કહો. જો આવશે, તો તમારી દક્ષિણા પાક્કી!"* જોશી મહારાજે હાથ હાથમાં લીધો, એક રેખા પર એમની આંખો સ્થિર બની ગઈ. એમણે કહ્યું, *"ઓઘા! તારા ભાગ્યમાં તો ધનના ભંડાર ભર્યા છે. એક પાંદડું આડું છે, એ ખસે એટલી વાર!"*

👅 ઓઘો કહે, *"મહારાજ! ખસેડી નાંખો."* જોશી મહારાજ કહે, *"ઓઘા! ઘણીવાર ભાગ્યને જગાડવામાં ક્ષેત્ર પણ નિમિત્ત બનતું હોય છે. તારું ભાગ્ય દરિયાકિનારે ઉઘડશે. એટલે તું તારા બિસ્તરા-પોટલા બાંધીને ઉપડ, ને મુંબઈ ભેગો થઈ જા. તારું ભાગ્ય મુંબઈમાં તારી રાહ જુએ છે. જા.."* ને આ કંગાલ ને કમનસીબ ખાનદાની માણસ ઓઘો બોલ્યો, *"જોશી મહારાજ! તો હાલ્યો મુંબઈ. ને ત્યાં જઈ કિસ્મત અજમાઉં."*

👅 જોશી મહારાજ કહે, *"જા ઓઘા! શુકન છે જા."* ઓઘો કહે, *"મહારાજ! તમારા મોંમાં ઘી-સાકર. ને જો મહારાજ! જાઉં છું મુંબઈ. ને કમાઈશ, તો પહેલી કમાણીમાં તમારો અડધો ભાગ.!"* ને જોશી મહારાજને પગે લાગી ઓઘો ઘેર આવ્યો. ને બીજે જ દિ' શુકન જોઈ, માંને પગે લાગી, મંદિરે જઈ, પ્રભુ પ્રદક્ષિણા આપી, *એ કોઈ જાતના plan વગર, ticket લઈ ગાડીમાં બેસી ગયો.*


-------------------------------------------------------
_એક મિનિટ_
_*આપણને ખબર છે.. બહાર જઈએ ત્યારે ઘરના વડિલને, માં-બાપને પગે લાગીને, કે ગોળ ખાઈને, કે દહી ખાઈને જઈએ.. તો શુકન કહેવાય. પણ.. આ બધા શુકનને શુકન આપે.. એવા શુકન છે, બહાર જતા કે સારુ કામ કરવા જતા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને જાઓ. પૂજ્ય ગુરુદેવશ્રીએ કહેલું આ શ્રેષ્ઠ ને જ્યેષ્ઠ મંગલ છે.*_
-------------------------------------------------------


👅 કથા - *ઓઘો મુંબઈ પહોંચ્યો. 'મુંબઈમાં રોટલો મળે, ઓટલો ના મળે.' એ કહેવત છે. તો આ કહેવત પણ છે કે - "ભાગ્યશાળીને ભૂત રળે.."* ઓઘામાંથી ઓઘડ બનવાનો ઈશારો મુંબઈમાં પગ મુકતાની સાથે મળી ગયો. *સરસ નોકરી મળી ગઈ. ને શેઠ એટલા ભલા મળ્યા કે, ઓઘાને દુકાનના માણસને બદલે ઘરના સભ્ય જેવો ગણ્યો ને રાખ્યો.*

👅 થોડાક દિવસ થયા ને શેઠે જોયું તો, ઓઘાના પગલે ને ઓઘાની હોંશિયારીથી ધંધો ખૂબ વધી ગયો. *એની કામ કરવાની ચીવટ-ખંત-વફાદારી-ચોકસાઈ બધું જોઈ.. શેઠને વિચાર આવ્યો, આવા માણસને નોકર તરીકે ન રખાય. આવાને તો ભાગીદાર બનાવાય! એના નસીબે આપણે'ય તરી જઈએ.*

👅 દિવાળી આવી, હિસાબ-કિતાબ થયા. શેઠે ઓઘાને બોલાવ્યો ને કહ્યું, *"ઓઘડ! લે, આ કમાણીનો અડધો ભાગ. તું મારો partner છે. આ વરસે તારા આવ્યા પછી જે કમાયા છીએ, તેનો અડધો ભાગ છે. પોણા ત્રણ લાખ રુપીયા."* ઓઘો કહે, *"શેઠ! આટલું ના હોય. હું તો મજુર છું, કામદાર છું."* શેઠ કહે, *"મજુર બીજા. તું તો ભાગીદાર છે."* ઓઘાની ખાનદાની ના પાડતી રહી, ત્યારે શેઠની ખાનદાનીએ સોગંદ દીધા. ને કહ્યું, *"ઓઘડ! તારો આ હક છે. મેં આ પ્રમાણે જ તને રાખ્યો છે, ને રાખીશ.*

👅 ઓઘો જાણે બોઘો બની ગયો. એણે શેઠને કહ્યું, *"શેઠ! થોડાક દિવસ ગામમાં જઈ આવું?"* શેઠ કહે, *"Urgent છે?"* "હા શેઠ! Urgent છે." શેઠ કહે, *"ઓઘડ! એવું urgent ન હોય, તો રોકાઈ જા. પછી જા."* ને શેઠના કાનમાં ઓઘડે જે કહ્યું તે, પણ.. શેઠે રજા આપી. ઓઘો ગામમાં આવ્યો. આખા ગામને ખબર પડી ગઈ કે, ઓઘો આવ્યો. *જેમ અત્યારે કોઈ ગામમાં આવે ને બધાને ખબર પડી જાય, ભલે કોરોનાના પ્રભાવે.. તેમ!*

_વાત હવે વાંચજો... એક ઝુંપડીવાળાની અમીરાઈની! કદાચ.. તમે ભાવુક બની ઝૂકી જશો._

👅 *ઓઘો એની માંને પગે લાગ્યો, ને માંને લઈને સીધો આવ્યો જોશી મહારાજને ઘેર.* ઓઘાને દૂરથી જોતાં જ જોશી મહારાજ બોલ્યા, *"ઓઘા! આઈ ગયો?"* "હા મહારાજ!" ને ઓઘો જોશી મહારાજને પગે પડ્યો. ને સામે એક પેકેટ મૂક્યું. જોશી મહારાજ કહે, *"ઓઘા! આ શું મૂક્યું?"* ઓઘો કહે, *"મહારાજ! આ તમારી દક્ષિણા."* ને ઓઘાએ પડીકું ખોલ્યું. *ને એક લાખ સાડત્રીસ હજાર રોકડા મૂક્યા.*

👅 જોશી મહારાજ કહે, "ઓઘા! આ શું છે?" *"મહારાજ! આ ગુરુદક્ષિણા છે. મેં તમને કહેલું કે, પહેલી કમાણીનો અડધો ભાગ તમારી દક્ષિણા. આ 1,37,000/-, મારી કમાણીનો અડધો ભાગ."* જોશી મહારાજ આભા થઈ ગયા.


-------------------------------------------------------
_એક મિનિટ કથા પછી વાંચજો._
_*વર્ષોના partner વચ્ચે'ય જ્યારે partition ઊભા થઈ રહ્યા છે ત્યારે.. સગા ભાઈ વચ્ચે'ય જ્યારે under table game રમી લઈએ છીએ ત્યારે.. વિશ્વાસ-પ્રામાણિકતા વર્ષોથી quarantine થઈને બેઠા છે ત્યારે.. આ દૃષ્ટાંત, દીવો બની અજવાળા વેરે છે.*_
-------------------------------------------------------


👅 વાંચો કથા - *હજુ તો કમાલ આગળ બને છે.* જોશી મહારાજ કહે, *"ઓઘા! હું આ ન લઉં."* ઓઘો કહે, *"મહારાજ! આ તમારા હકની લક્ષ્મી છે. તમારે લેવી જ પડશે."* જોશી મહારાજ કહે, *"અરે ઓઘા! દક્ષિણા આટલી ના હોય."* ઓઘો, *"મેં તો જે નક્કી કર્યું હતું, તે પ્રમાણે જ હું કરું છું. હું ન કરું તો, મારી પ્રમાણિકતાથી હું પરવારી જાઉં."* ખૂબ રકઝક ચાલી. ઓઘો કહે, *"તમારે લેવી જ પડશે."* જોશી મહારાજ કહે, *"હું લઈશ જ નહીં."* છેલ્લે ઝઘડો વધ્યો.


-------------------------------------------------------
_એક મિનિટ_
_*આવા ઝઘડા કરો, તો પુસ્તકોના પાને ચઢે, સંતોના મોઢે ચઢે. બાકી તો.. પેપરે ચઢે, અખબારે ચઢે, કોર્ટે ચઢે.*_
-------------------------------------------------------


👅 કથા - *છેલ્લે ગામના ડાહ્યા માણસો ભેગા થયા. ગામ બેઠું. ખૂબ ચર્ચા ચાલી. ન ઓઘો માને કે ન જોશી મહારાજ માને.* છેલ્લે...આપણા મસ્તક નમી જાય, એવો નિર્ણય થયો કે, *"આ પૈસા બેમાંથી એકે'ય લેવા તૈયાર નથી, માટે આ પૈસાથી આપણા ગામમાં જે જે દેવાદારો છે, જે દેવા નીચે દબાયેલા છે, તે બધાના દેવા ચૂકવી દેવા. ને પછી જે પૈસા વધે તે જીવદયામાં વાપરી નાખવા."*

👅 *સુરેન્દ્રનગર જિલ્લાનું આ સેજકપુર ગામ, આજે'ય આ ઈતિહાસને વંશપરંપરામાં કહી રહ્યું છે. આખુ'ય ગામ દેવામુક્ત બની ગયું.* આરસના ને ગ્રેનાઈટના શિલાલેખોમાં લાલ-પીળા ને સુવર્ણાક્ષરે લખાયેલા દાનવીરો પથ્થરો પર ચિંરંજીવી રહેશે. *પણ.. આ મહાનવીરો હજારો દિલો ઉપર હૃદયજીવી બનીને ધ્રુવના તારાની જેમ ઈશારા કરતા રહેશે. ક્યારેક મુંબઈ જાઓ, ને ઘાટકોપર જાઓ, તો _'ઓઘડ નેમજીની ચાલ'_ ને એક વાર salute કરી કહેજો, શેઠ ઓઘડ જેવું થોડુંક મન મારું'ય ઘડાય.*

_*કથા પૂરી કરીએ. પણ.. આ ઊંચાઈ મેળવવાની ઉત્કંઠા ઉરે ઉઠે, એવું કરજો.*_

🌙 Good Night
*વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર,*
*શૂરા બોલે ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top