Char Divas Na Chandarda Lyrics
ચાર દિવસનાં ચાંદરડાં પછી જુઠી માયા શા માટે
જે ના આવે સંગાથે . . . તેની મમતા શા માટે ?
આ વૈભવ સાથે ન આવે . ઓલા સ્નેહીઓ સાથે ના વે
તું ખૂબ મથે જેને મેળવવા તે યૌવન સાથે ન આવે ,
અહીંનું અહીંયાં રહેવાનું ને ... એની ચિંતા શા માટે ?
જે બાંધેલી મહેલાતોને ... ધનદોલતનું કાલે શું થાશે
જો જાવું પડશે અણધાર્યું . તારા પરિવારનું શું થાશે ,
સૌનું ભાવી સૌની સાથે ... તેની ચિંતા શા માટે ?
સુંવાળી દોરીનાં બંધન ... સહુ આજે પ્રેમ થકી પામે
પણ તૂટે તંતુ આખું પુણ્યનું ... ત્યારે કોઈ ન સાંધે ,
તિડ પડે ત્યારે તડ - તડ તૂટે ... એવા બંધન શા માટે ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો