શુક્રવાર, 3 જુલાઈ, 2020

Jivan Char Divas Ni જીવન ચાર દિવસની

Jivan Char Divas Ni aa To Chandni Re Lol lyrics


જીવન ચાર દિવસની આ તો ચાંદની રે લોલ 
તારું જોબનિયું વહી જાશે ... તારી કાયા કુબડી થાશે 
ના આંખે કાંઈ દેખાશે ... ના કાને કાંઈ સંભળાશે 
હે ... ઉમરા તો ડુંગરા થાશે ત્યારે ઘરની બહાર જવાશે
 . . . જીવન . 

તારા દીકરા નોખા થાશે . વહુઓ પાણી ના પાશે 
તારા હાલ ભૂંડા થઈ જાશે ... ના આવે કાંઈ તારી પાસે 
દીકરાના દીકરા કહેશે . ... આ ક્યારે કાસળ જાશે . 
તારા વ્હાલા વેરી થાશે ... તને દેખીને દૂર થાશે 
તારી વ્હારે ના કાંઈ ધાસે તને દિવસે તારા દેખાશે . 

હે ઘરની ઘરવાળી પણ કહશે . ક્યારે હવે છૂટાશે . 
તારું જીવન ધૂળમાં જાશે . . પછી પાછળથી પસ્તાશે 
આ તો ચાર દિવસનાં ચાંદરણાં , પછી રાત અંધારી થાશે 
હે ઘરની ઘરવાળી કહેશે . . . ક્યારે છૂટા થવાશે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top