ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Talk of the Day Series
_*Motivational Story 97*_

-------------------------------------------------------
_મહારાષ્ટ્રનો એક વિશાળ પરિવાર,_
_વાંચશો તો આંખો પહોળી થઇ જશે,_
_ને કંઈક બોધ પામશો._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*ગુંદર કાગળને ચોંટાડેલો રાખે, Cement પથ્થરને Joint રાખે, Fevicol લાકડાને જોડેલા રાખે, તો પરિવારને જોડેલો કોણ રાખે?*
પૈસો, સોનુ, ચાંદી, હીરા, મોતી, જમીન, જાયદાદ, મજબૂરી, સ્વાર્થ, ડર, ચિંતા આ તો બધા કારણિક છે, ને કામચલાઉ છે. કારણ જતા.. એ જતા રહેશે.

*પરિવારને કુટુંબને Joint રાખનાર, ભેગા રાખનાર ને સાથે રાખનાર જો કોઈ હોય તો? આ પ્રશ્નનો જવાબ બધા જુદા-જુદા આપશે. કોઈ પ્રેમ કહેશે, કોઈ સમજદારી કહેશે, કોઈ લેણા-દેણી કહેશે, કોઈ હજુ બીજા કારણો કહેશે.*
_એક સત્યઘટના આ બધાનો સરવાળો કરીને જવાબ આપે છે._

🌏 *આજથી 50 વર્ષ પહેલાની વાત છે. મહારાષ્ટ્રના એક શહેરમાં અમે વિહાર કરીને ગયા.* એ શહેર જૈન ડૉક્ટરોનું શહેર કહેવાય. ઘણા બધા ડૉક્ટરો વસતા હતા. પણ પ્રાયઃ બધા જ ડૉક્ટરો પૂજા Compulsory કરતા જ.  *હું સવારના નવકારશી વહોરવા ગયો. ઘણા ઘરો.. ઘણો આગ્રહ.. ને ઠાણા'ય ઘણા.. ને ટાઈમે ઘણો થઈ ગયો હતો.* એમાં એક ઘરે વહોરવા ગયો.

🌏 ખૂબ ભાવિક ઘર ને ખૂબ મોટુ ઘર. મને કહે, *"સાહેબ! સંકોચ વગર વહોરજો.''* મગ-ખાખરા, નાસ્તા, ચા-દૂધ બધી જ વિનંતી કરી. અને બધી જ વસ્તુ Quantityમાં હતી. *મગ એક તપેલું ભરીને હતા, ચા-દૂધના તપેલા હતા. ખાખરાની થપ્પી હતી. દરેક વસ્તુ પુષ્કળ પ્રમાણમાં હતી.* મને થયું, ઘરે પ્રસંગ હશે, મહેમાનો આવ્યા હશે. હું ગોચરી વહોરીને નીકળી ગયો.

🌏 *બપોરે વહોરવા મ.સા. ગયા. બધું જ Quantityમાં. સાંજે'ય બધુ Quantityમાં.* બીજે દિવસે સવારે નવકારશી વહોરવા ગયો. *આજે'ય તપેલા ભરી-ભરીને બધું જ Quantityમાં હતુ.* એટલે મેં પૂછ્યું, *"શું ઘરમાં કોઈ પ્રસંગ છે?"* મને ઘરના ભાઈ કહે, *"ના સાહેબ! કોઈ પ્રસંગ નથી.''* "તો પછી કોઈ મહેમાનો આવ્યા છે?'' *"ના સાહેબ! કોઈ મહેમાન નથી''* ''તો પછી.. આ ભોજન સામગ્રી આટલા બધા પુષ્કળ પ્રમાણમાં કેમ?''

🌏 મને ઘરના બધા કહે, *"સાહેબ! ઘરના બધાને નવકારશી બાકી છે.''* મને થયું, *'બધાને બાકી છે, એટલે એક-એક Member 10-10 ખાખરા થોડો ખાવાનો છે. કે જગ ભરીને ચા-દૂધ થોડો પીવાનો છે. ને ડોલચા ભરીને થોડો મગ ખાવાનો છે. તે ઘર માટે આટલી બધી Quantityમાં આ બધું બનાવ્યું.'*

🌏 મારાથી સહજ પૂછાઈ ગયું, *"ઘરમાં Member કેટલા?''* એ વખતે એ લોકો બોલ્યા, *"સાહેબ! 75 Members છીએ. આટલું તો જોઈએ જ ને.''* મને ઘડ ના બેઠી, એની ઘડ એ લોકોને બેઠી. એ લોકો કહે, *"સાહેબ! 75 Members પ્રમાણે રસોઈ પરિવારને જોઈએ જ ને''* વધુ વાત ન કરતા હું તો વહોરીને ઉપાશ્રયમાં આવી ગયો.

🌏 *ને પરમ વત્સલ, આગમિક ગ્રંથોના જ્ઞાતા, બહુશ્રુત, પૂ.ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજાને ગોચરી બતાવીને વપરાવી.* ને મેં કહ્યું, *"ગુરુદેવ! અહીં એક ભાઈનું ઘર છે. Get together કહો, જમણવાર કહો કે ભોજન સમારંભ કહો, પણ.. એ ઘરમાં રોજ સવાર-બપોર-સાંજ આ થાય છે.''* ને વિગતે વાત કરી.

🌏 *75 જણાનો પરિવાર છે. દૂધ-ચાના તપેલા, મગનું તપેલું ને ખાખરાની થપ્પીઓ ને નાસ્તાઓના ડબ્બાઓ રોજ ખાલી થાય. 75 જણા.. બધા એક જ રસોડે જમે.* ત્યાં તો એ ઘરના વડીલ પૂજા કરી વંદન કરવા આવ્યા. પૂ.ગુરુદેવશ્રીને વંદન કર્યા. પચ્ચક્ખાણ લીધા પછી કાર્ય-સેવા પૂછીને છેલ્લે કહ્યું, *"સાહેબ! ગોચરીનો લાભ ત્રણે ટાઈમ આપજો. અમને આ લાભ મળવો જ જોઈએ.''*

🌏 મેં પૂજ્ય ગુરુદેવશ્રીની સામે જોયું ને નજરથી નજરે Permission લીધી. ને મેં એ ઘરના મોભીને પૂછ્યું, *"તમે 75થી અધિક ઘરના એક ઘરમાં રહો ને પાછા એક રસોડે જમો, ને તે'ય સવાર-બપોર-સાંજ. તો તમારે ચડ-ભડ થાય તો શું કરો? વાસણ ખખડે કે બોલાચાલી થાય, તો'ય તમે છૂટા ન થાઓ?''*

🌏 એ ભાઈ કહે, *''સાહેબ! વરસોથી અમારા બાપ-દાદાથી અમારો ડેલો-ઘર ખૂબ મોટું છે. બધા જ ભેગા રહીએ છીએ ને ભેગા જમીએ છીએ.''* પણ મેં કહ્યું, *"માથાકૂટ તો ક્યારેક થાય ને?''* ને ભાઈ કહે, *"થાય તો ખરી.''* મેં કહ્યું, *"તો હજી સુધી જુદા કેમ ન પડ્યા?''*

🌏 એ વડીલ ભાઈ કહે, *"સાહેબ! અમારા આખા પરિવારે ભેગા મળીને વર્ષો પૂર્વે નક્કી કરેલું કે, ઘરની કોઈપણ વ્યક્તિ ક્યારેક ગરમ થાય, તો બાકીની બધી જ વ્યક્તિઓએ 'કહેવું નહિ સહેવું'. હું ગરમ થયો હોઉં, તો બાકી બધા કંઈ નહિ બોલે.* બધા જ મનમાં બોલશે, 'કહેવું નહિ સહેવું' ને જો ઘરની વહુ પણ ગરમ થઈ હોય કે સાસુ કે ભાઈ ગરમ થયો હોય, તો'ય એક જ Policy, કહેવું નહિ સહેવું."

🌏 *"અને આ 'કહેવું નહિ સહેવું'નો ચમત્કાર એવો છે કે, 5 મિનિટમાં તો ઘરનો સભ્ય શાંત થઈ જાય ને ચૂપ થઈ જાય. આ સહનશીલતા એ અમારા કુટુંબની આધારશિલા છે.* બધાને બધા પર પ્રેમ છે જ, પણ.. કોઈને કોઈનું સહેવું નથી. કોઈ એક કહે તો મારે વધુ કહેવું છે. *જ્યારે અમારા પરિવારમાં આ સહનશીલતાના પ્રતાપે કુટુંબ મેળો બન્યો છે, ને બધા મૌજ કરે છે.''* ને એ વડીલ ગયા.

_*કથા તો પૂરી કરીએ. પણ.. 'કહેવું.. એના કરતાં સહેવું.' આટલું જ જો માણસ શીખી લે, ને થોડોક સહનશીલ બની જાય, તો.. કુટુંબ તૂટે નહિ ને એને તોડવાની તાકાતે'ય કોઈની હોય નહિ. આજે જ અપનાવીએ, કુટુંબ જોડી રાખતું Solution.. જેનું નામ છે, 'સહનશીલતા.'*_

🌙 
*खुद के इस हुनर को, जरूर आजमाना चाहिए,*
*जब जंग हो अपनो से, तो हार जाना चाहिए!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top