Prabhu thi Pagal thai lyrics
પ્રભુથી પાગલ થઈ કર પ્રીત
પછી તારી જ્યાં જાય ત્યાં જીત
કરે પ્રયત્ન સંતાપ મુકી દે , યશ અપયશ નહિ હાથ
કોઈ પુરેના આશ જો તારી , પુરશે શ્રી જગનાથ
એ તો યુગ પુરાણી રીત . . . .
નિશ્ચય કરી લે ક્યાં રે જાવું , શું કરવો વ્યાપાર
લાભહાનિ તુ સમજી લેતો , થાશે બેડો પાર
સમજી પરહિતમાં સ્વહિત . . . .
પુર્ણવિરામ મેળવવુ છે તો , મુક અલ્પ અર્ધવિરામ
પ્રભુ ના ચરણે શીશ નમાવી , ઓળખ આતમરામ
ફરતું બાંધી લે તારૂ ચિત . . . .
દેવ જિનેશ્વર કે વિતરાગી , હૈયે ધરે જગહિત
પ્રાણીમાત્રના હિત ચિંતક એ , સૌથી કરતા પ્રીત
હૈયે વસે એ વચનાતીત . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો