ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 81

-------------------------------------------------------
_વાંચો સહપરિવાર, કંઈક નવા જ અંદાજમાં નવો જ ઈશારો.._
-------------------------------------------------------

*અંધ માણસ Art Galleryમાંથી પસાર થાય, કે ખંડેરમાંથી પસાર થાય.. એની અનુભૂતિમાં શો ફેર પડવાનો!*
કોયલના ટહુકાથી, ને કાગડાના કા-કાથી, ને તાનસેનીય સંગીતથી, ને તરગડાના ઘોંઘાટથી, બહેરા માણસના મૂડમાં શું ફરક પડવાનો!
*અંધને સૌંદર્ય દેખાશે નહિ, ને બહેરાને માધુર્ય સંભળાશે નહિ.*
થોડોક વળાંક,

આપણી તીર્થંકર પ્રણીત લોકોત્તર કલ્યાણકારિણી ક્રિયામાં આપણને'ય અનુભૂતિ નથી, એનું કારણ જો અંધ ને મૂંગાના દ્રષ્ટાન્તથી સમજાયું હોય તો બસ.

_*ક્રિયા-સૂત્રના અર્થનું અજ્ઞાન-અંધત્વ, ને ક્રિયા-સૂત્ર પ્રત્યે અહોભાવના અભાવનું બધીરત્વ, આ બંન્ને ભેગા થઈ ક્રિયાના સૌંદર્યને જાણવા નહિ દે, ને ક્રિયાના માધુર્યને માણવા નહિ દે! સરવાળે ક્રિયા અનુભૂતિ વગરની બની રહેશે, ગતાનુગતિક થશે, ગતાનુગતિકમાં આનંદ ને ઉલ્લાસ નથી હોતા.*_
એક દ્રષ્ટાન્તથી સમજીએ.

🌑 *શુક્રવારનો દિવસ હતો. હજારો મુસ્લિમ બિરાદરો નમાજ પઢવા મેદાનમાં ઉમટ્યા હતા.* શિસ્તબદ્ધ રીતે બધા જ મુલ્લાજીઓ એક લાઈનમાં 500ની સંખ્યામાં ઊભા રહ્યા હતા. ને નમાજ પઢવાની શરુ થઈ. *નમાજ થોડીક આગળ વધી, ને એક મુલ્લાજીને બગલમાં ખાજ આવી. ને મુલ્લાજીએ કોણી ઊંચી કરી. હાથ ઊંચો કરીને ખૂજલી ખણી.* મુલ્લાઓ વચ્ચે distance ઓછું હતું. એટલે ખાજ ખણવા ઊંચી થયેલી કોણી બાજુમાં નમાજ પઢતા મુલ્લાજીને વાગી.

🌑 મુલ્લાજીએ વિચાર્યું, *"ये जर्क लगानेवाला बड़ा पढ़ा-लिखा मुल्ला है, आदमी है, इसलिए इसने कोनी लगाई तो कुछ न कुछ कारण होगा। शायद.. कोई नई, Extra या विशेष विधि होगी, कोई अशूल होगा, कोई नया फरमान होगा।"* એ મુલ્લાએ તરત બાજુમાં નમાજ પઢતા મુલ્લાને કોણી મારી. કોણી વાગતા જ પેલા મુલ્લાએ ઈશારાથી પૂછયું, *"ये क्या है?''* મુલ્લાએ ઈશારાથી કહ્યું, *"આગળ જવા દે..''* એણે આગળ કોણી મારી. ત્રીજાએ ચોથાને, ચોથાએ પાંચમાને, બધા આગળ-આગળ કોણી મારતા ગયા.

🌑 જ્યારે 499મા માણસે 500મા માણસને કોણી મારી ત્યારે ૫૦૦મા માણસે પૂછ્યું, "ये सब क्या है?''* ત્યારે 499 નંબરવાળો મુલ્લો બોલ્યો, *"ये क्या है, क्या पता?''* "तो फिर तूं ने मुझे कोनी क्यों मारा?'' *"देख! ये सब सोचने की - पूछने की झंझट में मैं नहीं पड़ता। आगे से चली आती है, तूं भी आगे चला दे।''* તો 500 નંબરનો મુલ્લો કહે, *"मैं भी ये झंझट मैं नहीं पड़ता। लेकिन.. बात ये है कि, तूंने तो मुझे कोनी मारी, और तूं कहता है आगे से चली आती है, तूं आगे चला दे। मगर.. अब मेरे आगे कोई है ही नहीं। मेरा नंबर Last है, तो अब में किसको कोनी मारुं? और आगे से चली आती है, उसको आगे कैसे चलाऊं?"*

🌑 499 નંબરનો મુલ્લો કહે, *"वो मुझे क्या पता। मगर.. तेरी नमाज़ अधूरी रहेगी।''* નમાઝ ગમેતેમ પૂરી કરી એ મુલ્લાજી ગયા મૌલવી પાસે. ને કહ્યું, *"मौलवी सा'ब! मेरी नमाज़ आज अधूरी रही मगर उसमे मेरा कोई कसूर नहीं है आपने कोनी मारने की जो रसम नई अदा की। मगर.. मेरे आगे कोई था ही नहीं तो में किसको कोनी मारुं?'' મૌલવી કહે, *"किसने कहा कोनी मारने का?''* "मेरे आगेवालेने मुझे कहा, आगे से चली आती है, तूं भी आगे चला।''

🌑 મૌલવીએ બધાને ભેગા કર્યા. પૂછયું, *"किसने ये 'आगे से चली आती है' वो चलाया।''* 499 નંબર, 498, 497.. છેલ્લે પાંચમો નંબર આવ્યો ત્યારે એ કહે, *"मुझे खुजली आयी थी। मैंने अपना हाथ उठाया, तो इनको कोनी लगी। मैंने किसीको नहीं कहा कि, तुम आगे लगाओ।''* એની બાજુવાળો કહે, *"तुने मुझे लगाया, तो में समजा, तु पढ़ा-लिखा आदमी है, कुछ होगा। तो ही तूं लगाए गा न।''* ને મૌલવીજી હસી પડ્યા.

🌑 પણ.. મુલ્લાઓએ પાંચમા નંબરને કહ્યું, *"सब गलती तेरी है। तूंने जब खुजली की और तेरा हाथ पास वाले को Touch हुआ, तो तूं उसको बोल दिया होता कि, भाई! ये खुजली करते हाथ लग गया। तो हम सब आगे कोनी लगाते नहि।''* પાંચમો નંબર કહે, *"ये भी क्या बोलने की चीज है क्या?''* ચર્ચા તો નમાજ કરતા વધારે સમય ચાલી.

_*આપણે વાર્તા તો અહીં પૂરી કરીએ. પણ.. આ ગતાનુગતિક, 'आगे से चली आती है'મા, એ મુલ્લાજીઓની પાસે અનુભૂતિ શું?*_


-------------------------------------------------------
_યાદ રહે,_
_*કારણના સમજણ વગરની ક્રિયા, અર્થ-જ્ઞાન વગરની ક્રિયા, અહોભાવ વગરની ક્રિયા, અનુભૂતિના સ્તર પર નહિ લઈ જઈ શકે. અંધત્વ ને બધિરત્વ જેમ પ્રતિબંધક બને છે, સૌંદર્ય ને માધુર્યની અનુભૂતિ માટે. એમ આ મહાન આપણી ધાર્મિક ક્રિયાઓના સૌંદર્યને, એની શ્રેષ્ઠતાને, એના માધુર્યને, અને મીઠાશને આપણે નહિ જ માણી શકીએ. જો અર્થજ્ઞાનના અજ્ઞાનરૂપી અંધત્વ ને અહોભાવના અભાવરૂપી બધિરત્વ હશે તો...*_
-------------------------------------------------------


_અર્થજ્ઞાનનું અજ્ઞાન ને અહોભાવનો અભાવ આપણને 'आगे से चली आती है'ની જેમ માત્ર હાથ ઊંચો કરી પૂરી થશે. હૈયામાં સ્પંદનો નહિ જાગે._

_*આવો, એક ઈરિયાવહિયમ્‌ જો અઈમુત્તા મુનિને કેવળજ્ઞાનની ભેટ આપી શકે તો આપણને કેમ નહિ? કદાચ.. કથા ઈશારો આપશે. ઇપ્સિત સુધી પહોંચવાનો... ઈશારો સમજો તો!!! ચલો, અઈમુત્તાજીના હૈયાના સ્પંદનો આપણા આત્મસંવેદનો જગાડે. કદાચ.. બંધનો તૂટવાની ક્ષણનો આજથી પ્રારંભ થશે.*_

*તાલી લાગી ન આત્મની,*
*ગ્રહ્યો ન સદગુરુ સંગ,*
*તપ ક્રિયા ફોગટ સહુ,*
*ભાખે ભગવઈ અંગ!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top