ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 80

-------------------------------------------------------
_વાંચો, એ શેઠને કઈ રીતે બચાવી ગયો એક ધર્મ પ્રત્યેનો નાનકડો વફાદારીભર્યો નિયમ.._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*હજારો ને લાખો ને કરોડોના માલ ભરેલી દુકાનને બે-ચાર ઈંચનું તાળું મારી ઘરે જઈ શાંતિથી વિશ્વાસ સાથે સૂઈ જાય છે માણસ.*
Lockerમાં કરોડોના દાગીના ને Agreement ને મહત્વની ફાઈલો મૂકી નિશ્ચિંત બની મૌજ કરે છે માણસ.

*Carમાં, Trainમાં ને Planeમાં લાડકા દિકરા-દિકરીને દેશમાં ને પરદેશમાં મોકલી શકે છે. Driver ને Pilotના Driving પર ભરોસો મૂકી માણસ.*
સમજ નથી પડતી, લોખંડના તાળા પર ને Bankના Locker પર ભરોસો મૂકી Free થઈ જનારો માણસ, નિશ્ચિંત બની નિરાંત અનુભવતો માણસ, *જો તારક તીર્થંકરના વચન પર, ધર્મ પર શ્રદ્ધા મૂકી ચાલે, તો ઊઘડી જાય એના ભાગ્યના દ્વાર, ને.. બંધ થઈ જાય ભવ-ભવના ફેરા!*

પણ.. એને લોખંડ પર ભરોસો છે, પારસમણિ પર નહિ. વાંચો, એક સત્યઘટના.. પારસમણિના પ્રભાવની.

🌸 *નગરની પ્રથમ પંક્તિમાં આવતો એ નામાંકિત પરિવાર હતો. ધર્મક્રિયા, ધર્મશ્રદ્ધા, આરાધના એમની Everyday અખંડપણે ચાલતી જ હોય.* દેશ-પરદેશ એમનો વેપાર ને વ્યવહાર મોટાપાયે ચાલતો જ રહે. *પુણ્યશાળી છે, જ્યાં હાથ નાખે ત્યાં સોનું મળે.* એક દિવસ.. શેઠે Over Confidenceમાં આવી મોટો ખેલો કર્યો. ને.. રાજા રામના'ય બધા દિવસો સરખા ન ગયા, તો બીજા કોના જવાના?

🌸 *ને.. એક'દિ સમાચાર આવ્યા કે, મોંઘા તેજાના ને કરિયાણા ભરેલા વહાણો લૂંટાઈ ગયા. શેઠે Via Media ઘણી તપાસ કરી, પણ.. કોઈ સમાચાર ન મલ્યા.* એક દિવસ વળી પાછા Message આવ્યા કે, વહાણો રસ્તો ભૂલી ગયા છે. *શેઠે બીજા વહાણો મોકલીને ખૂબ તપાસ કરી. પણ.. એ વહાણ ફેરો કરીને પાછુ આવ્યું.* વળી એક દિવસ સમાચાર આવ્યા, વહાણો તો ચકરીમાં ફસાઈને ડૂબી ગયા છે.

🌸 *આ બાજુ ધીમે-ધીમે ગામમાં સમાચાર ફેલાતા ગયા ને આજુબાજુ'ય ફેલાયા. જે લોકોએ શેઠને રુપિયા ધીરેલા એ તો વાજતે-ગાજતે લેવા આવ્યા.* શેઠે થોડુંક તો ચૂકવ્યું. પણ.. હવે બાજી હાથ ન રહી. ને લેણદારો તો પેઢીએ અડ્ડો લગાવી બેઠા. અમને તો આજે જ હમણાં જ જોઈએ. *શેઠ પાસેથી લાખો કમાયેલા આ કમીનાઓએ શેઠને હેરાન કરવામાં કોઈ કમી ના રાખી.*


-------------------------------------------------------
_એક મિનિટ_
_*એક વાત કહું, મને આવા લોકો-કમીનાઓ.. ખાટકીના ભાઈ નહિ, પણ ભાઈબંધ તો જરૂર લાગે છે. જેમ ગાય દૂધ આપતી બંધ થાય, એટલે એને ખાટકીને રીબાવી મારવા વેચી દે છે, આપી દે છે. જે ગાયએ આટલા દૂધ-ઘી આપ્યા. તમારો પરિવાર પોષ્યો. બસ! દૂધ આપતી બંધ થઈ, એટલે બધુ ભૂલી વેચી દેવાની, ને થાય એટલી રોકડી કરી લેવાની.*_
-------------------------------------------------------


🌸 કથા - કમીનાઓએ જયારે શેઠને વ્યાજ આપવા ને મૂડી આપવા ધમકી આપવા માંડી, ત્યારે એક'દિ શેઠે વિચાર્યું, *હવે આ લોકો જાહેરમાં ગાળા-ગાળી ને મારામારી કરશે, તો હું કેમ સહી સકીશ.* એટલે શેઠે પત્નીને સમજાવીને કહ્યું, *"તમે હશો તો બધાને વધુ જોર ચડશે. થોડાક દિવસ મામાને ત્યાં દિકરાઓને ફેરવી લાવો.''* પત્નીએ કહ્યું, *"મારું મન તમને એકલા મૂકીને જવામાં નથી માનતું.''*

🌸 શેઠ કહે, *"મારું પણ મન તમને બધાને મોકલવા રાજી નથી. પણ.. સમય અત્યારે ખરાબ છે. તમે બધા થોડાક સમય માટે જઈ આવો.''* પત્ની ને પુત્રને શેઠે બસમાં બેસાડી દીધા. આ બાજુ શેઠને સમાચાર મળ્યા કે, કાલે બાર વાગે બધા હલ્લો લઈને આવવાના છે. *શેઠે સાંજે બજારમાં આંટો માર્યો, ને.. એક છેવાડાની દુકાનમાંથી ઝેર ખરીદી લીધું. ને.. નક્કી કર્યું, એ બાર વાગે આવે એ પહેલા હું આ દુનિયામાંથી બહાર નીકળી જાઉં.*

🌸 શેઠ રાત્રે પ્રભુ પાસે બેસીને ખૂબ રડ્યા. ને પ્રભુને કહ્યું, *"પ્રભુ! મરી જવાનો ડર નથી, પણ બેઈજ્જત સાથે મોત અકારું લાગે છે. _डोली भले निकल जाए हमारी, पर इज्जत न जाए हमारी.._ પ્રભુ! તમને સોંપું છું, તાર-માર કે પાર ઉતાર."* ને.. સવારે શેઠે રુમ બંધ કરીને ઝેરનું પડીકું ખોલ્યું.. બાજુમાં મૂકેલો પાણીનો Glass ભર્યો. ને ઝેર એમાં નાખ્યુ. ને Glass ઉપાડ્યો. *પણ.. Glass કોઠે પહોંચવા હોઠે પહોંચે, એ પહેલા શેઠને યાદ આવ્યું, મારે રોજ પૂજાનો નિયમ છે. નિયમ કેમ તોડાય? ફટાફટ નાહી, પૂજા કરી લીધી.*

🌸 બાર વાગ્યા પહેલા તો જિંદગીથી બહાર જવાનો Plan નક્કી જ છે. *દસ વાગે તો સામાયિક પૂરી થઈ જશે, એ મનમાં વિચારી પાકુ કરી, શેઠે સામાયિક લઈ લીધુ.* આખા'ય સામાયિકમાં શેઠે પ્રભુને એક જ પ્રાર્થના કરી કે, *"દેવાધિદેવ! તમારો ભક્ત દેવાદાર બની મરે છે એ જ દુઃખ છે."* દસ વાગ્યા ને શેઠે સામાયિક પારવાની શરુઆત કરી. ત્યાં જ દરવાજો ખખડયો. શેઠને થડકારો થઈ ગયો, *"નક્કી! લેણદાર આવ્યા."*

🌸 એમણે Glass ઉપાડ્યો, પણ.. હોઠે માંડે ને ત્યાં અવાજ આવ્યો, *"દરવાજો ખોલ."* શેઠને અવાજ પરિચિત લાગ્યો. ફરી અવાજ આવ્યો, *"અલ્યા! ઊંઘે છે? ખોલ, હું આવ્યો છું."* ને.. શેઠ બોલ્યા, *"ઓહ! આ તો મારો કલકત્તાવાળો દોસ્ત લાગે છે."* શેઠે દરવાજો ખોલ્યો. જોયું તો પોતાનો મિત્ર જ હતો. પણ.. શેઠને આજે બાર વાગ્યા પહેલા જિંદગીથી બા'ર જવાનો Plan પાક્કો હતો.

🌸 એટલે એમને મિત્ર આવ્યો એ ન ગમ્યું. પણ એમણે વાત-વ્યવહાર કર્યો, ને કહ્યું, *"તું કેટલા દિવસ રોકાવાનો છે?''* મિત્ર કહે, *"આજે સાંજે જ જવાનો છું.''* ને મિત્ર બોલ્યો, *"તારું ખાસ કામ છે, એટલે જ આવ્યો છું."* શેઠે વિચાર્યું, *"દોસ્ત! અત્યારે તો તમામ કામ બંધ કરવાનું કામ કરવાનું છે. ત્યાં આ કામ ક્યાં કરું?"* પેલો મિત્ર બોલ્યો, *"જો.. એક Party પાસે પૈસા લેવાના હતા. એટલે જ ખાસ કલકત્તાથી આંટો ખાધો. ૫૦ લાખ રૂપિયા એણે આપ્યા છે. બીજા બાકી છે. આ રોકડા લઈને ટ્રેનમાં ક્યાં જાઉં. તૂં જમા રાખ. જે આપવું હોય તે વ્યાજ આપજે.''*

🌸 ને.. પેલો મિત્ર કહે, *"બીજી વાર આવીશ ત્યારે જમીશ. અત્યારે ખાવાનું નામ ના લેતો. અને એ નીકળી ગયો."* શેઠની બંધ આંખે દરિયો છલકાયો. ને બોલ્યા, *"દેવાધિદેવ! તમારો દાસ દેવાદાર બની ન જ ડૂબે.''* શેઠ પ્રભુ પાસે ખૂબ રડ્યા. ને બોલ્યા, *"હે કરુણાના કરનારા! તારી કરુણાનો કોઈ પાર નથી."* શેઠ ગદગદ થઈને પ્રભુ પાસે ક્યાંય સુધી બેસી જ રહ્યા. ત્યાં તો દરવાજો ખખડ્યો.

🌸 હવે થડકારો નહિ, પણ.. રણકારો કરીને શેઠ ઉઠ્યાં, *"કોણ?"* એ તો અમે પૈસા લેવા આવ્યા છીએ. *શેઠે ફટાફટ બધાને પૈસા ચૂકવી દીધા. બધા સ્તબ્ધ બની ગયા. જે ગઈ કાલે બેફામ બોલ્યા હતા, એ તો નીચી મુંડી કરી પૈસા લઈ બહાર નકળી ગયા.* શેઠે પરિવારને બોલાવી લીધો. *ત્યાં તો બીજે'દિ સમાચાર આવ્યા, વહાણ કિનારે આવીને ઊભા છે. અઢળક કમાણી શેઠને થઈ.* શેઠનું ડૂબતું નાવ તરતું થઈ ગયું, ને તારતું થઈ ગયું.
_*કથા તો પૂરી કરીએ. પણ.. એક પૂજા ને સામાયિક આખા પરિવારને ઉગારી ગઈ. જો શેઠે પૂજા ને સામાયિક ન કરી હોત, તો મોત નિશ્ચિત હતું. પરિવાર બરબાદ નિશ્ચિત હતો. થોડોક વિશ્વાસ Locker ને તાળા કરતા.. "વ્હાલા પ્રભુ" પર રાખીએ. એ રખવાળા કરશે, કરશે, ને કરશે જ.*_


*નાવ પુરાની, સાગર તૂફાની, હિંમત ન હારજે,*
*અથડાય ખડગો મહી, તો'ય તૂં નાવડી હંકારજે;*
*સોંપજે સુકાન, તારી નાવ એ સંભાળશે,*
*તરે કે ડૂબે એ ચિંતા છોડી, હલેસા તો મારજે!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top