Motivational Story 83
-------------------------------------------------------
_વાંચો, પરિવારની સાથે.. એક ભોળી દૂધવાળી બાઈની જગતના નાથ પ્રત્યેની Unbeatable શ્રદ્ધા!_
-------------------------------------------------------
_*સત્ય ઘટના*_
*ભય પર.. ગુંચવણ પર વિરામ, ને પ્રશ્નવિરામ પર પૂર્ણવિરામ.. એનું નામ શ્રદ્ધા!*
વિકલ્પોનું સ્થિરીકરણ ને સમર્પિત અંત:કરણ એનું નામ શ્રદ્ધા!
*આવી શ્રદ્ધા.. બધ્ધા કામ કરી શકે,*
*પણ.. આવી શ્રદ્ધા.. બધા ન કરી શકે,*
*એ તો લાખન મેં એક!*
_એક નાનીશી સત્યઘટના.. આપણને આ વાતની પ્રતીતિ કરાવી શકવામાં સફળ થઈ શકે._
🚣🏼♀️ *નદીની પેલે પાર એક સંતનો આશ્રમ.* ભજન અને ભોજન બારે માસ અટક્યા વગર ચાલે. *આશ્રમમાં દૂધ આપવા એક દૂધવાળી નિયમિત આવે.* તે રોજ ચોખ્ખુ દૂધ પહોંચાડે. *પણ.. આશ્રમના બાપુ ઘણીવાર ખીજાય કે દૂધ ટાઈમસર નથી આવતું.* દૂધવાળી ખૂબ સીધી. એ કહે, *"બાપુ! હવે રોજ ટાઈમસર ઘરેથી નીકળી જઈશ. ને સીધી તમને દૂધ પહોંચાડી પછી જ ગામમાં દૂધ આપવા જઈશ.''*
🚣🏼♀️ ગામને સમજાવતા બાપુને દૂધવાળી સમજાવી દેતી. ને બાપુ સમજી જતા. *પણ.. દૂધવાળી ક્યારેક પાછી વ્હેલી-મોડી થઈ જતી.* એક દિવસ બાપુનો ગુસ્સો સાતમા આસમાને ગયો, ને બાપુ કહે, *"તું આળસુ છે. ઘરેથી મોડી નીકળે છે, ને રોજ મોડી પડે છે.''* દૂધવાળી કહે, *"બાપુ સાંભળો! હું રોજ ટાઈમસર જ ઘરેથી નીકળું છું."* "મને ન સમજાવ. જો તું ટાઈમસર નીકળે છે, તો ક્યારેક ટાઈમસર ને ક્યારેક મોડી કેમ પડે છે???''
🚣🏼♀️ દૂધવાળી કહે, *"બાપુ! તમારી હારે ખોટુ બોલીને મારે ક્યાં પાપમાં પડવું, બાપુ!''* "તો તું મોડી કેમ પડે છે?'' દૂધવાળી કહે, *"બાપુ! નદી પાર કરીને આવવાનું છે. હોડી મોડી મળે, તો મને મોડુ થઈ જાય. ક્યારેક ન મળે, તો રાહ જોવી પડે. ક્યારેક ભીડ હોય, તો નંબર આવતા વાર લાગે. મોડો આવે, બાપુ!''* "પણ.. તારે વહેલા આવીને નંબર પહેલા લગાવી દેવો.''
🚣🏼♀️ દૂધવાળી, *"બાપુ! નંબર વહેલો જ લગાવું છું. પણ.. ધક્કામુક્કી કરીને ઘણા ઉપર ચડી જાય. ને હું ચડવામાં પાછી પડું. મારા નંબરમાં બીજા ચડી જાય છે.''* બાપુ કહે, *"તારે વચ્ચે ઘૂસી જવું.''* દૂધવાળી કહે, *"બાપુ! કોઈના નંબરમાં ઘૂસીએ તો પાપમાં પડીએ.''*
-------------------------------------------------------
_એક મિનિટ..._
_*દૂધવાળીની આ સમજ નોટવાળી પ્રજાને.. શંખેશ્વર ને પાલીતાણામાં પ્રભાવનારૂપે આપવા જેવી ખરી! એક લાઈન વચ્ચે ઘૂસે એટલે, ઘણા એની સામે ધસે, ને પછી સામસામે બંન્ને ભસે. જો કે, ભસે શબ્દ પાછો ખેંયુ છું. એ ઉચિત નથી લાગતો. પણ.. એકબીજાની સામે દાદાના પરિસરમાં દાદાગીરી પર ઉતરી આવે.*_
_*પહેલી ભૂલ ઘૂસનાર કરે છે, ને બીજી ગુસ્સે થનાર કરે છે. આપણે ઘૂસીયે નહિ, ને કોઈ ઘૂસે, તો ગુસ્સે થઈએ નહિ.*_
-------------------------------------------------------
🚣🏼♀️ કથા - બાપુ કહે, *"તારી આ હુંશીયારી તારી પાસે રાખ! મારે તો દૂધ Before Time જોઈએ. જો કાલથી દૂધ વહેલુ નહિ આવ્યુ, તો તારી તું જાણે.''* ભલી ને સીધી દૂધવાળી કહે, *"બાપુ! જાણનારો તો ઉપર જગધણી બેઠો જ છે. પણ.. નદી ઊંડી છે, હોડી વગર ઉતરાય નહિ. એટલે બાપુ! વહેલુ-મોડું માફ કરજો.''*
🚣🏼♀️ ભજન ગાનારા બાપુને... ભોળી બાઈને આપવા જવાબ ન જડયો, એટલે બાપુ બોલ્યા, *"રોજેરોજ મોડી આવે છે. ને હોડીનો વાંક કાઢે છે. એના કરતા એક કામ કરને, ભગવાનનું નામ લઈને નદી પર ચાલવા માંડને. લોકો તો નામસ્મરણથી ભવસાગરને તરી જાય છે. તો આ નદી શું વિસાતમાં! કાલથી ભગવાનનું નામ લઈ નદી પર ચાલવા માંડ, એટલે Before Time તું અહિં પહોંચી જઈશ.''*
🚣🏼♀️ બાપુ તો બોલી ગયા. *પણ.. બીજે દિવસથી આશ્રમમાં દૂધ ટાઈમસર બાઈ આપવા માંડી.* ક્યારેક તો ભજન ચાલતા હોય ને બાઈ દૂધની બૂમ પાડી દે. *બાપુ ખુશ થઈ ગયા.* થોડા દિવસ વીત્યા. ને એક દિવસ બાપુએ દૂધવાળીને કહ્યું, *"કેમ, હવે ટાઈમસર અવાય છે ને?? તું આળસુ હતી, માટે જ મોડી આવતી હતી ને??''* દૂધવાળી કહે, *"બાપુ! તમે જ તો રસ્તો બતાવ્યો હતો. તો વહેલુ કેમ નો અવાય!!!''*
🚣🏼♀️ બાપુ કહે, *"મેં શેનો રસ્તો બતાવ્યો??? તું જ આળસ છોડીને વહેલી આવવા માંડી.''* ભલી ભોળી દૂધવાળી કહે, *"આ રસ્તો તમે મોડો બતાયો. જો વહેલો બતાયો હોત ને, તો કે'દિની દૂધ વહેલુ પહોંચાડત.''* બાપુ કહે, *"મેં કયો રસ્તો બતાયો?''*
🚣🏼♀️ દૂધવાળી, *"બાપુ! તે'દિ તમે નો'તુ કીધું કે, પ્રભુના નામસ્મરણથી લોકો ભવસાગર તરે, તો નદી કઈ વિસાતમાં!!! બસ! એ'દિથી હોડીની જરૂર નથી પડી. પ્રભુનું નામસ્મરણ કરીને નદી પર ચાલીને આવી જાઉં છું. એટલે હોડીની રાહ જોવાનો ટાઈમ બચી ગયો. ને બાપુ! તમારા આશ્રમમાં દૂધ ટાઈમસર પહોંચાડી શકુ છું. આ નદીપારનો નુસખો બાપુ તમે જ શીખવાડયો ને!!''*
🚣🏼♀️ બાપુ દંગ રહી ગયા. એ અચરજમાં ખોવાઈ ગયા. પણ.. એમનું મન કહે, *"આ અશક્ય છે. આ બને જ નહિ. દૂધવાળી ભલતું જ બોલે છે."* થોડીકવારે બાપુ બોલ્યા, *"એ દૂધવાળી! જે હોય એ સાચુ બોલી દે. તું ટાઈમસર કઈ રીતે આવે છે???''* દૂધવાળી, *"બાપુ! તમે આપેલા શબ્દોથી જ નદીપાર ઉતરું છું.''* પણ આશ્રમના મહંતને વિશ્વાસ ન બેઠો. _દૂધવાળીમાં વિશ્વાસ જગાડી જનારા ગાદીપતિ પોતાનામાં વિશ્વાસ ન જગાડી શકયા._
🚣🏼♀️ ને એ દૂધવાળીને લઈને સીધા નદી પર આવ્યા ને કહ્યું, *"ચાલ, નામસ્મરણથી નદી પર ચાલ.''* ને.. બાઈ કહે, *"બાપુ! આપણે હારે ચાલીએ. કરો નામસ્મરણ''* દૂધવાળીએ પ્રભુનું સ્મરણ કર્યું, *ને.. સડસડાટ નદી પર ચાલવા માંડી. થોડુંક ચાલ્યા પછી એણે પાછળ જોયું, તો બાપુ નદીકિનારે જ ઊભા હતા.* દૂધવાળીએ બૂમ પાડીને કહ્યું, *"બાપુ! હાલ્યા આવો.''* પણ બાપુ ધોતીયું ઊંચું કરીને કિનારે જ ઊભા.
🚣🏼♀️ દૂધવાળીએ ફરી કહ્યું, *"બાપુ! મૂકો પગ પાણી પર.''* બાપુ ધોતીયું ભીનું ના થાય માટે હાથમાં ઝાલીને કિનારે જ ઊભા. ત્યારે પેલી ભલી ભોળી, સીધી સાદી દૂધવાળી બોલી, *"બાપુ! તમે મોઢામાં પ્રભુનું નામ લો છો. પણ તમારો જીવ તો ધોતીયામાં. તમને પ્રભુ પર વિશ્વાસ નથી. તમારી જીભ પર પ્રભુ છે, તમારો જીવ ધોતીયામાં છે!''* ને.. દૂધવાળી સડસડાટ નદી પાર પહોંચી ગઈ.
_*કથા તો પૂરી કરીએ. પણ.. જીભથી પ્રભુનું નામ રટનારા આપણે, જીવથી પ્રભુને રટનારા બનીએ. ધોતીયામાં ભરાયેલો જીવ નદી પાર ન કરી શકે, તો ભવસાગરનો પાર કેમ પામશે!!! જીવને જિનમાં સ્થાપીએ, પછી.. કરે શ્રદ્ધા.. કામ બધા!*_
🌙 Good Night
*पाँखों में अगर उड़ान है, तो आसमाँ तुमसे दूर नहीं,*
*आँखों में अगर मुस्कान है, तो इन्सान तुमसे दूर नहीं;*
*शिखर पर बैठकर, विहग ने यही गीत गाया है,*
*श्रद्धा में अगर जान है, तो भगवान तुमसे दूर नहीं!*
✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો