Motivational Story 84
-------------------------------------------------------
_વાંચો, સપરિવાર.. ભારતીય સંસ્કૃતિના વારસાની એક આછેરી સત્ય ઝલક.._
-------------------------------------------------------
_*સત્ય ઘટના*_
*સગા મા-બાપને'ય ભગવાનને ભરોસે છોડી જનારા કમીનાઓને ભરણપોષણ પણ ન આપવું પડે, માતા-પિતાને કે પત્નીને, એટલે.. Judgeને ખીસામાં સેરવી, Judgement ફેરવી દેવા, Judgeને ફોડવાની પેરવી કરનારા નમૂનાઓ, જ્યારે Corona Virusના સંક્રમિત કેસોની જેમ વધતા જાય છે, ત્યારે.. આ સત્યઘટના હજુ'ય સંસ્કૃતિમાં સંસ્કારો જીવંત છે'ના પુરાવાની સાથે પ્રેરણા આપી જાય છે.*
🐕 *સવારે ઉઘડતા પહોરે, જગત Breakfast કરવા બેઠું હોય, ને જૈન નવકારશી કરવા બેઠો હોય એ સમયે ઘરે એક મિત્ર અચાનક મળવા આવ્યો.* ખાસ મિત્રને જોઈ યુવાન ખુશ થઈ ગયો. આવકારો આપ્યો, ને કહ્યું, *"તું બેસ. હું અડધા કલાકમાં મારું અગત્યનું કામ પતાવીને આવુ છું.''* ને એણે હાથમાં દૂધનો ભરેલો Glass લીધો. મિત્ર કહે, *"તું દૂધ પી લે. હું બેઠો છું.''* "ના, મારે દૂધ પીવું નથી. હું અડધા કલાકમાં આવુ છું.''
🐕 ને.. એ મિત્ર સડસડાટ પગથિયા ઉતરી ગયો. *આવનારો મિત્ર તાજૂબ થઈ ગયો. બરાબર અડધા કલાકે પેલો મિત્ર પાછો આવ્યો.* દૂઘનો Glass ખાલી હતો. પણ.. ચહેરો ખુશીથી છલકાયેલો હતો. *બંન્ને મિત્રો બેઠા, અલક-મલકની ઘણીબધી ચર્ચાઓ-વાતો થઈ. વાતોમાં આખો પરિવાર જોડાયો.*
-------------------------------------------------------
_*બાકી.. સાથે રહેનારા ઘણા હોય છે, પણ.. વાતોમાં સાથે જોડાનારા તો કો'ક ભાગ્યશાળીને જ ઘરે હોય. મનમેળ વગર મેળો ન જામે!*_
-------------------------------------------------------
🐕 આ આનંદમેળામાં મિત્રે પૂછયું, *"તું અડધો કલાક મને બેસાડી દૂધ લઈને કોને ઘેર આપવા ગયો હતો? દૂધ તો તું નોકરને મોકલીને'ય પહોંચાડી શકતો હતો. મને અડધો કલાક બેસાડી રાખ્યો.''* મિત્ર કહે, *"Sorry દોસ્ત! તું કહે છે એમ નોકરને મોકલી શકાત. પણ.. દૂધ પહોંચતુ થયાની પહોંચ ન ફાટત.''* દોસ્ત કહે, *"એટલે?''* મિત્ર, *"એટલે આ દૂધ હું કોઈને કે કોઈના ઘરે આપવા નો'તો ગયો.''* "તો તું દૂધ લઈને ક્યાં ગયો હતો?''
🐕 મિત્ર, *"અમારી બાજુના દારાગંજ જિલ્લામાં મંદિરની પાછળ એક કૂતરી વિયાયેલી છે. એના ઘણા બધા બચ્ચા છે.* એ કૂતરીનું દૂધ બચ્ચાઓને પૂરતુ નથી થતું. ને કૂતરી પીવડાવી શકે એવી એની હાલત નથી. *એ પોતે'ય ભૂખી રહે છે. ક્યાંય બચ્ચાને મૂકીને જતી નથી. એટલે હું રોજ દૂધ લઈને જાઉં છું. ને બચ્ચાઓને પીવડાવું છું. નાના-નાના ગલુડીયાઓને રમાડું છું. અને કૂતરી એટલી સમજદાર છે કે, હું જાઉં ને બચ્ચાઓને પંપાળું-રમાડું ત્યાં સુધીમાં એ બહાર જઈ આવે. પોતાનું પેટ ભરી આવે, ને પોતાનું કામ પતાવી 20-22 મિનિટમાં પાછી આવી જાય."*
🐕 *"દોસ્ત! તું કહે, નોકરને દૂધ આપવા મોકલી દઉં, તો તારે અડધો કલાક બેસવું ન પડત. પણ દોસ્ત! વિયાયેલી કૂતરી કોઈને પાસે ન આવવા દે.* અને કદાચ હું અડધો કલાક મોડો જાઉં, તો ચાલે. પણ.. એ કૂતરી ને એના બચ્ચા મારી રાહ જોતા હોય છે. *હું જાઉં ને એ તૈયાર જ બેઠા હોય. એટલે હું ટાઈમસર પહોંચી જાઉં, જેથી એમને રાહત રહે.''*
-------------------------------------------------------
_એક મિનિટ કથા પછી વાંચજો,_
_*વૃદ્ધાશ્રમમાં મા-બાપને જે દીકરા મૂકીને આવ્યા હોય અને એ આ કથા વાંચતા હોય તો,*_
*अय मेरे वतन के बेटो,*
*जरा आँखों में भर लो पानी,*
*जनम दीया है उनकी,*
*जरा याद करो कुरबानी!*
_*ને.. તમે જો તમારે ઘેર તમારા માતા-પિતા હોય, તો આ ઘટના વાંચીને જરાક જલ્દી ઘેર પહોંચશો, તો પરિવારનો આનંદ બેવડાશે. એક કૂતરાના બચ્ચા પણ પ્રતીક્ષા કરે, તો ઘરના મા-બાપ, પત્ની-પુત્રાદિ તમારી પ્રતીક્ષા કરતા હોય છે.* એક સૂત્ર રોડ પર વાંચ્યુ, "ઘરે કોઈ તમારી રાહ જુએ છે."_
-------------------------------------------------------
🐕 કથા - "અને દોસ્ત! સાચું કહું, *મને એ લોકોને જોઈને અનહદ આનંદ-ખુશી થાય છે. અને મને જોઈને એ લોકોને ખુશી થાય છે. એટલે તને અડધો કલાક બેસાડ્યો. જો હું ત્યાં મોડો પહોંચુ, તો આખો દિવસ મારું Consciousness મને Bite કરતું રહેત. Sorry દોસ્ત! ખોટું ન લગાડતો."* આવેલા મિત્રની આંખો અશ્રુસભર બની ગઈ. એની ભીની આંખોએ ઘણું બધું કહી દીધુ.
_*કવિ નિરાલાની કરુણા કૂતરા સુધી લંબાઈ, ને કપૂતની કરુણતા વૃદ્ધાશ્રમમાં પહોંચી!*_
_*કથા તો પૂરી કરીએ. પણ.. આ Message છે કે, આ દેશના રહેવાસીઓ ગલીના કૂતરાની'ય ચિંતા કરે છે. આપણે ઘરના Membersની થોડીક ચિંતા કરીએ. જો સ્વભાવ કોમળ ને પ્રેમાળ બનાવશું તો પેલું સૂત્ર, "ઘરે કોઈ તમારી રાહ જુએ છે." એ તમે સાકાર જોઈ શકશો, ને પાછું તમારા માટે.*_
🌙 Good Night
*स्वयं को ऐसा बना,*
*जहाँ तुम हो,*
*वहाँ सब तुम्हें प्यार करे,*
*जहाँ से तुम चले जाओ,*
*वहाँ सब तुम्हें याद करे,*
*और जहाँ तुम पहुंचनेवाले हो,*
*वहाँ सब तुम्हारा इंतजार करे!*
✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો