ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 70

-------------------------------------------------------
_વાંચો, સપરિવાર.. એક આંખ ઉઘાડનારો પ્રસંગ.._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*ગલીનો દાદો કૂતરો હોય છે, મહોલ્લાનો boss કૂતરો હોય છે. કૂતરાની પણ હદ હોય છે. એ હદમાં જો બીજો કૂતરો આવી જાય, તો કૂતરો ભસતો હોય છે. અને તે છતાં આવેલો કૂતરો જો હદ ન છોડે, તો કૂતરો તુરંત લડાઈ ઊપર ઊતરી જતો હોય છે.* ભસતો કૂતરો લડતો થાય, ને પછી કરડતો થાય, બચકા ભરતો થાય, ને લોહીલુહાણ થઈ અંતે મેદાન છોડી જાય છે. *છતાં.. કૂતરામાં એક લાક્ષણિકતા છે. જો એ જાણીતો કૂતરો હોય, તો ભસતો નથી.* ને જો અજાણ્યો હોય તો ભસ્યા વગર રહેતો નથી.

*માણસમાં ઊંધું છે. જાણીતા જોડે જ લડતો હોય છે! જાણીતાને જ નડતો ને કનડતો હોય છે. ને વધુમાં બરબાદ થતો હોય છે, ને બીજાને બરબાદ કરતો હોય છે. કૃપાળુ કુદરતે માણસને courtની સગવડ આપી છે.* એક નાનકડી કથા આ વાતને સ્પષ્ટ કરશે..

🏡 *ઉત્તર પ્રદેશના ઈલાહાબાદની આસપાસ બનેલી આ સત્યઘટના છે. નજર પહોંચે એથી વધુ જમીનના માલિક બે ખેડૂતો હતા. ચિક્કાર પૈસો હતો, ઈજ્જત હતી, ઉપર સુધી ઓળખાણ હતી, હોંશિયારી હતી.* બંન્ને વચ્ચે પાછી ઓળખાણ હતી. એક દિવસની વાત છે. *ખેતરની વાડની બાબતમાં બે'ય વચ્ચે ઝઘડો થયો. સવાલ બે-ચાર ગુંઠાનો જ હતો.*

🏡 પહેલો, *"મારી જમીન તે વાળી લીધી છે."* બીજો, *"મેં મારી જમીનમાં જ વાડ કરી છે."* પહેલો, *"નહિ, તે મારી જમીન દબાવી છે."* ને વાતનું વતેસર થયું. *બે'ય બાજુ ટેકેદારો જમા થઈ ગયા. છેલ્લે, એકબીજાને જોઈ લેવાની ધમકી આપી સૌ વિખરાયા.* પછી તો વેર-ઝેર વધતા જ ગયા. અદાવત વધતી ચાલી.


-------------------------------------------------------
_યાદ રહે_
_*અદાવત.. અદાલત લઈ જાય, કલેશ-કંકાસ Court લઈ જાય, ઝઘડા જેલ લઈ જાય.*_
-------------------------------------------------------


🏡 *છેલ્લે.. ઈલાહાબાદના આ બે સૌથી મોટા જાગીરદારોએ ટેકેદારો સાથે મળી અદાલતે જવાનો ફેંસલો કર્યો.* અદાલતમાં Case કરવા Cash પણ જોઈએ, ને વકીલ પણ જોઈએ. *વકીલની પણ બજાર હોય છે. દાગીના બજાર, શાકબજારની જેમ! ને ત્યાં સસ્તા-મોંઘા બધા વકીલો મળે. યથાશક્તિ પ્રમાણે ખરીદો!* જો કે કેટલાય વકીલો દેવતાઈ ગુણો'ય ધરાવે છે.

🏡 બંન્ને જાગીરદારોએ મોટા-મોટા વકીલો રોક્યા. ને Courtમાં મહાભારત શરુ થયું. *મહાભારત શબ્દ લખવા પાછળ કારણ એટલું જ કે, ગીતાનું કથન મહાભારતે થયું હતું અને ગીતાની સાક્ષીએ Courtમાં આ યુદ્ધના સોગંદ લેવાતા હોય છે.* _"કુરુક્ષેત્ર ગીતાની સર્જનભૂમિ, તો Court ગીતાની સ્થાપનાભૂમિ છે."_ બંન્ને વકીલોએ જોરદાર દલીલો શરુ કરી. *તારીખો પડતી જાય છે. Courtમાં કેસ લંબાતો જાય છે.*

🏡 *એક જમીનદારે હજારો રુપિયા આપી નકલી દસ્તાવેજ બનાવી દીધો. બીજાને ખબર પડી, એણે double પૈસા આપી પોતાની favourનો દસ્તાવેજ કરાવી લીધો.* એકે નકલી સાક્ષી ઊભા કરી દીધા, તો બીજાએ double પૈસા ખર્ચી નકલી સાક્ષી ઊભા કરી દીધા. *જો કે, બે'યના પૈસા તો અસલી જ ગયા!* લાંચ ને corruptionના અઢળક રુપિયા ખર્ચાતા ગયા. *બે'ય પૈસાના જાજરમાન ઘેઘૂર ઝાડ હતા. વકીલો ને વચેટીયાઓ મોટા ઝાડને ખંખેરતા રહ્યા, ને ઘર ભરતા રહ્યા.*

🏡 કેસ Subordinate Courtમાંથી High Courtમાં ગયો. *ફરી પાછી વકીલ ફી-લાંચ, ને ફોડવા માટેની રકમો ખૂબ મોટા આંકડા વટાવતી ગઈ. વકીલોની ધરપત આપવાની હથોટી કાબિલેદાદ હતી.* કેસ લંબાતો ગયો, લડાતો ગયો, પણ.. એમાં બંન્ને જમીનદારો લાંબા થતા ગયા. એમની મોંઘી-મોંઘી Property courtના ચક્કરમાં ખવાતી ગઈ. *છેલ્લે.. બધું જ વેચાઈ ગયું, ત્યારે જે જમીન માટે ઝઘડો હતો, એ જમીનમાંથી ટુકડો વેચવાની try કરી. પણ.. તેની ઉપર પ્રતિબંધ હતો કે, આ વિવાદાસ્પદ જમીન courtનો ચુકાદો ન આવે ત્યાં સુધી વેચી નહી શકાય.*

🏡 સેંકડો એકરોના જમીન માલિકો બે-ચાર ગુંઠા માટે બરબાદ થઈ ગયા. ને કોઈકના ઘરના નોકરો બની જીવવાના દા'ડા લઈ આવ્યા. *ઈતિહાસ લખે છે, આ કેસનો ફેંસલો આવ્યો ત્યારે, ઝાડ પૂરેપૂરું ખંખેરાઈને ખાલી ઠુંઠું બની ગયું હતું. બચ્યા હતા માત્ર.. સૂકા લાકડા, ને ચારે બાજુ ખરી પડેલા પાંદડાઓ.* જે જમીનદારના પક્ષમાં Judgement આવ્યું, એ જમીનદારે ખર્ચેલા પૈસાની સામે આ જમીન વ્યાજમાં ચાલી જવાની. ને જેના વિરુદ્ધમાં આવ્યો એ તો road પર રેનબસેરા. 

_પણ.. આ સત્યઘટનાનો કારમો ઘા.. હવે આગળ વાંચો..._

🏡 *બંન્ને જમીનદારો બરબાદ થઈ ગયા ત્યારે, ગામના કેટલાક સમજદાર માણસો ખૂબ દુઃખી થયા હતા.* એ બધા નગરજનોએ ભેગા થઈ આ બે જમીનદારોના પૂતળા બનાવ્યા. અને એ બંન્ને પૂતળા ઈલાહાબાદ Courtની બહાર મૂકયા ને નીચે નાનું પણ માર્મિક લખાણ લખ્યું કે, *આ બંન્ને શહેરના સૌથી મોટા જમીનદારો હતા. પણ.. એક જમીનના નાના ટુકડા માટે કેસ લડ્યા ને Courtમાં પૈસા ખર્ચ્યા. એનાથી Courtનો ફેંસલો આવ્યો ત્યારે, બંન્ને જમીનદાર દેવાદાર બની Courtમાંથી નીચે ઉતર્યા હતા. Courtમાં આવનારાને આમાંથી પ્રેરણા મળે, માટે.. એમના પૂતળા અહીં મૂકવામાં આવ્યા છે.*

_*કથા તો અહીં પૂરી થાય છે. પણ.. થોડોક લોભ, એક નાનકડી જીદ, થોડુંક અભિમાન ને વેર-ઝેર, રગડા-ઝઘડા ને અદાવત.. અદાલત સુધી ખેંચી બધુ વેચી દેવાના દિવસો લાવી શકે છે. સાવધાન, અદાલત એ આફત છે, સલામત જિંદગી માટે. નક્કી કરો, Courtના પગથિયા ચડવા નહિ ને કોઈને ચડાવવા નહિ. એટલું દાન-પુણ્ય સમજી મંદિર ને ઉપાશ્રયના પગથિયા ચઢશો, તો પડવાનો સવાલ ક્યારેય નહિં આવે.*_
🌙 Good Night
*જે ચઢે દરબાર (Court),*
*તેના જાય ઘરબાર!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top