ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 12

_*વસંત આવે ત્યાં પ્રકૃતિ બદલાય, સંત આવે ત્યાં સંસ્કૃતિ બદલાય.*_

🦂 ખળખળ વહેતી નદીના જળ પર, ઉગેલા સૂરજના કિરણો નવરંગ પૂરી રહ્યા હતા, ત્યારે *એક સંત નદી કિનારે આવ્યા. એમણે નદીના જળને સૂર્યાંજલિ આપવા હાથમાં લીધું. ત્યાં તો એમણે જોયું, એક વિંછી પાણીમાં તણાઈ રહ્યો છે.* સંતે જોયું, સૂર્યાંજલિ તો બીજીવાર થશે, પણ આ વિંછીનો જીવ તિલાંજલિ લેશે, તો ફરીવાર નહીં આવે.

🦂 એમણે હથેળીના જલને નદીના જલમાં પધરાવી દીધું. ને આગળ જઈ *વિંછીને પોતાના હાથમાં લીધો ને કિનારે લાવે એ પહેલા તો, વિંછીએ ડંખ દીધો. ડંખના વીજળીક ઝાટકાથી સંતના હાથમાંથી વિંછી નદીમાં પડી ગયો.*

🦂 *સંતે ફરી વિંછીને હાથમાં લીધો ને ઝડપથી કિનારે આવવા લાગ્યા. પણ ત્યાં વિંછીએ ફરી જોરદાર ડંખ માર્યો. ને ડંખના ઝાટકાથી ફરી સંતના હાથમાંથી વિંછી છૂટી ગયો, ને તણાવા લાગ્યો. ફરી સંતે વિંછીને હાથમાં લીધો. વિંછીએ ફરી ડંખ દીધો. ફરી વિંછી સંતના હાથમાંથી પાણીમાં પડ્યો ને તણાવા લાગ્યો.*

🦂 સંતે ફરી વિંછીને બચાવવા પાણીમાં હાથ નાખ્યો. પણ ત્યાં જ કિનારે ઉભેલા લોકમાંથી કો'ક બોલ્યું, *"સંત! તમે આ વિંછીને બચાવવાનો પ્રયત્ન બંધ કરો. તમે એને નહીં બચાવી શકો. એનો સ્વભાવ છે, એ કરડયા જ કરશે."* સંત બોલ્યા, *"હું એને બચાવીશ."*

🦂 લોકો કહે, *"પણ.. એનો કરડવાનો સ્વભાવ એ નહિ છોડે, તમે છોડી દો."* તે વખતે આ મસ્ત સંત, જબરદસ્ત બોલ્યા કે, *"એક વિંછી જો એનો કરડવાનો સ્વભાવ ન છોડે, તો હું સંત, મારો બચાવવાનો સ્વભાવ કેમ છોડું?"*

🦂 *ને સંતે પૂરી તાકાતથી વિંછીને હાથમાં લઈને સીધો જ કિનારા તરફ ફેંક્યો. વિંછીએ ડંખ તો દીધો, પણ સંતત્ત્વના પ્રયાસે, મરતો વિંછી જીવતો રહ્યો.*

_*આ લોકડાઉનનો સમય છે. એક એડ્રેસે રહેનારા આપણે, ઘરમાં એક સાથે જિંદગીમાં પહેલી જ વાર, આટલા સાથે રહ્યા હોઈશું!*_

એ વખતે એકબીજાના સ્વભાવની ફરિયાદ કર્યા વગર, એકબીજાની ભૂલો કાઢયા વગર, એકબીજાની ખામીઓની ખોજ કર્યા વગર, મોજથી જીવીએ ને બધા જીવી શકે માટે, આપણે સંતત્વની થોડીક સુગંધ, આપણા સ્વભાવમાં ઉમેરીએ.

_*ને કહીએ... કોઈ પોતાનો સ્વભાવ બદલે કે ન બદલે, હું તો મારો સ્વભાવ સંતત્વની સુગંધથી ભર્યો-ભર્યો જ રાખીશ, ભલે કોઈ એનો સ્વભાવ ન છોડે.*_

યાદ રહે,
સારી વસ્તુની ખોટ, સારા સ્વભાવથી પૂરાશે. પણ સારા સ્વભાવની ખોટ, ગમે એટલી સારી વસ્તુથી પણ નહીં પુરાય.

*પેલી ખીણસી ઊંડાઈ મળજો,*
*પેલા શૃંગસી ઊંચાઈ મળજો;*
*નકામું ને નાનકું કોઈ ન લાગે,*
*મનને એવી મોટાઈ મળજો.*

*✍🏻 લેખક*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top