Motivational Story 96
-------------------------------------------------------
_જીવનના નૈતિક મૂલ્યોનો પાઠ ભણાવતી ને શિક્ષણ કરતા પણ સંસ્કરણનું અમૂલ્ય મૂલ્ય સમજાવતી બોધકથા.._
-------------------------------------------------------
_*સત્ય ઘટના*_
*બગીચાની Monopoly નથી, ફૂલ તો વેરાન વગડે'ય ખીલે ને ઘરના આંગણે'ય ખીલે, રે.. ઉકરડે'ય ફૂલ ખીલી શકે.*
બુદ્ધિનો ઈજારો પૈસાદાર ઘરોનો કે પંડિત કુળોનો નથી. કોઈ ઝૂંપડપટ્ટીમાં જન્મનાર ને જિંદગી ગુજારનારમાં'ય હોઈ શકે ને ચાય વેચનારમાં'ય હોઈ શકે ને Street Lightમાં ભણનારો'ય દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચી શકે. *નીતિ ને પ્રામાણિકતાની માલિકી કોઈ શેઠીયાની કે મિલમાલિકની કે કોઈ ભણેલાની જ હોય, એવું નહિ.* કોઈ માટલા બનાવનાર પણ નીતિમાન હોઈ શકે.
🏺 *આણંદ, વિદ્યાનગરમાં એક ઘટના બની. સંસ્થાને બે રૂમ બનાવવાની જરૂર પડી. સંસ્થાએ નિયમ મુુજબ Order આપ્યા.* તે વખતે સંસ્થાના Manager હતા, 'શ્રી ભાઈલાલ પટેલ'. જે બાહોશ અને પ્રામાણિક હતા. *એક સાંજે ગામનો મીઠો કુંભાર આવ્યો.* ને Managerને કહ્યું, *"સાહેબ! મેંં સંસ્થાના કામ માટે ઈંટો નાખી છે. મારું Payment આપો."* મેનેજરે પહેલો જ સવાલ પૂછ્યો, *"તને ઈંટ નાખવાનો Order કોણે આપ્યો?"*
🏺મીઠો કુંભાર કહે, *"સાહેબ! મને ઈંટો નાખવાનો Order Secretary સાહેબે આપ્યો હતો."* તે જ વખતે Secretary પણ ત્યાં આવી ચઢ્યા. એમણે મેનજરને કહ્યું, *"આપણી બે રૂમ માટે અંદાજે 41,000 ઈંટોની જરૂર પડશે. એટલે મેં મીઠા કુંભારને ઈંટોનો Order આપ્યો છે. 41,000 ઈંટ છે. રૂપીયા થશે, 148/-. તમે તાત્કાલિલક મીઠાને ચૂકવી દો."* Manager કહે, *"સાહેબ! હમણાં જ ચૂકવી દઉં."*
🏺 ને મેનેજરે 148/- રૂપીયા મીઠા કુંભારના હાથમાં પકડાવ્યા. ને કહ્યું, *"મીઠા! આ તારી 41,000 ઈંટનું Payment."* મીઠો કુંભાર કહે, *"Secretary સાહેબ! મેં તો 26,000 જ ઈંટ નાખી છે. કારણકે મારી પાસે માલ નો'તો. એટલે મેં 41,000 નથી નાખી. મારે રૂપિયા લેવાના થાય છે, 96/-. આ રૂપીયા લો, મને હિસાબથી નીકળતા થાય છે તે આપો."* Secretary કહે, *"મીઠા! તારી ભૂલ થાય છે. તે Order પ્રમાણે જ 41,000 ઈંટો નાખી છે."*
🏺 મીઠો કુંભાર કહે, *"સાહેબ! મેં કેટલી નાખી એ મને ખબર હોય. હું વધારે પૈસા નહીં જ લઉં."* Secretary ને મીઠા કુંભાર વચ્ચે લાંબી રકઝક ચાલી. *બંન્ને પોતાની વાત પર અડગ હતા. સંસ્થાના માણસો ભેગા થઈ ગયા. મીઠો કુંભાર ટસનો મસ ન થાય.* તો Secretary પણ પોતાની વાત પર કાયમ રહ્યો. *બીજે થાય એના કરતા જુદો ઝઘડો હતો. બીજે પૈસા ઓછા ચૂકવ્યા ને વધુ લેવાના ઝઘડા હોય, અહીં તો ઓછા લેવા છે ને સામેનાને વધુ દેવા છે.*
🏺 છેલ્લે Manager કહે, *"તમે બંન્ને 5 મિનિટ મને આપો."* ને.. મેનેજરે માણસોને કહ્યું, *"જરા ઈંટ ગણી લો, જોઈએ."* ને.. માણસોએ ઈંટ ગણી, તો બરાબર 26,000 થઈ. મીઠો કુંભાર કહે, *"મને 96/- રૂપીયા આપો, હું જાઉં."* Secretary વિસ્મયભરી આંખે મીઠા કુંભારને જોઈ રહ્યા. ને બોલ્યા, *"મીઠા! તારી નીતિ ને પ્રમાણિકતાને પ્રણામ છે."* મીઠો કુંભાર Officeમાંથી બહાર નીકળ્યો. Secretaryએ પોતાનું Bike ચાલુ કર્યું, ને કહ્યું, *"મીઠા! શાબાશ છે."*
🏺 ત્યાં જ મીઠો કુંભાર બોલ્યો, *"સાહેબ! ખોટું નહીં લગાડતા, પણ.. અમારા જેવા ગરીબ માણસો સાથે આવો બેદરકારીભર્યો વ્યવહાર ના કરતા.* સાહેબ! આ તો મને પાકો ખ્યાલ હતો, ને હું બચી ગયો. *બાકી.. મારા ઘરમાં જો 148/- રૂપીયા આવી ગયા હોત તો, મારી માઠી દશા બેસી જાત. સાહેબ! અનીતિનો એક પૈસો'ય ભૂલથી'ય જો ઘરમાં આવી જાય તો, ઘરનું ધનોત-પનોત નીકળી જાય."*
🏺 *"ક્યાં એકનો એક દીકરો મરી જાય, ક્યાં જુવાનજોધ વહુને Cancer થાય. ઘરનું નખ્ખોદ જાય. એક અનીતિની કાણી કોડી'ય ઘરમાં આવી જાય તો. સાહેબ! ઝેર પચવું સહેલુ છે, અનીતિનું નાણું પચવું બહુ ભારે છે. ભગવાન કરે ને અમે અનીતિ ક્યારે'ય નહીં કરીએ. ચોરી-ચપાટીથી દૂર રહેનારા ગામડીયા માણસો છીએ."* Secretary બોલ્યા, *"મીઠા! તારા જેવા માણસો દેશમાં કેટલા?"*
🏺 મીઠો કહે, *"સાહેબ! સિંહ ઝાઝેરા ના મળે, તો'ય વનરાજ તો સિંહ જ કહેવાય."* Secretary મીઠા કુંભારની વાતને વાગોળતા ઘરે પહોંચ્યા. પોતાની પત્નીને વાત કરી, પણ.. પત્નીએ ઝાઝો રસ ન દાખવ્યો. ને કહ્યું, *"ઠીક છે."*
-------------------------------------------------------
_એક મિનિટ, જરા ઊભા રહો.._
_*શાકવાળીના બે ભીંડા મફતમાં ન લે ત્યાં સુધી જેની ખરીદી પૂરી ન થાય, એવી Partyના સભ્યને આ વાતમાં ઝાઝો રસ ન જ પડે!*_
_*ફૂલવાળીના બે ફૂલ વધારે ન લે ત્યાં સુધી જે Payment ન ચૂકવે, એ Partyના સભ્યને આ વાતમાં ઝાઝો રસ ન પડે!*_
-------------------------------------------------------
🏺 કથા - *Secretary રાત્રે વિદ્યાનગર શિક્ષણ સંસ્થામાં Round પર ગયા.* ને Round પૂરો કરે ત્યાં તો વોચમેને બૂમ પાડીને Secretaryને ઊભા રાખ્યા. ને કહ્યું, *"સાહેબ! આ 5 કોલેજીયન છોકરાઓ આપણી Hostelમાં ભણે છે. આપણી Hostelમાંથી 15 નવા Bulbની ચોરી થઈ છે અને આ પાંચે જણા એમાં પકડાયા છે."*
🏺 Secretary પાંચે કોલેજીયનોને લઇ Manager પાસે આવ્યા. ને કહ્યું, *"આજે આપણી Hostelમાં નવા નાખેલા 15 Bulb આ નમૂનાઓએ ચોર્યા છે. ને માલ મળી ગયો છે. એને જે શિક્ષા કરવી હોય, તે તમે કરી શકો છો."* પાંચે કોલેજીયનો મોઢુ નીચું કરીને ઊભા રહ્યા છે. એ વખતે Managerની આંખો રડી, ને Manager બે જ શબ્દો બોલ્યા, *"આમાં શિક્ષિત કોણ ને નિરક્ષર કોણ? અભણ કોણ ને ભણેલા કોણ?"*
_કથા તો પૂર્ણ કરીએ. *પણ.. એકવાર અભિમાનને બાજુએ મૂકી, એટલું તો સ્વીકારો જ કે, Monopoly ને ઈજારો શહેરોનો ને શ્રીમંતોનો નથી જ. ગામડાના ગામડીયા'ય શહેરના ભણેશ્વરી ને ધનેશ્વરી કરતા પરમેશ્વરી દુનિયાની નજદીક હોઈ શકે છે, નીતિની ભક્તિની પ્રીતિના માધ્યમે. શિક્ષણ કરતા આગળ સંસ્કરણ છે!*_
*बड़ी मुश्किल से सीखी थी बेईमानी हमने,*
*सब बेकार हो गई,*
*अभी तो पूरी तरह, सीख भी न पाए थे की,*
*सरकारे ईमानदार हो गई!*
✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો