Radto na Ubho Tha
૨ડતો ના . . . . ઊભો થા તું કામે લાગી જા
પાપોનો તું ત્યાગ કરીને પુણ્યશાળી બની જા ... . રડતો ના .
જીવનનાં ઉત્થાન કાજે . . . શિબિરમાં જોડાઓ
દેવ - ગુર ને ધર્મ સમજવા . તપોવન પધારો
ગમ્મત સાથે જ્ઞાન પામીને ... તું જ્ઞાની બની જા ... રડતો ના .
ગુરુજીનો સંગ મળ્યો છે ... સાચો જૈન બની જા
પરમાત્માની ભક્તિ કરીને . . ભવસાગર તરી જા
મોંઘેરો માનવભવ પામી ... સાચો વીર બની જા . . રડતો ના .
મહાવીર કહે છે ઓ માનવો ! જીવો ને જીવવા દો
જીવમાત્રને પ્રેમ કરીને . . જીવન ધન્ય બનાવો
જગનો તું આદર્શ બની જગદીશ તું બની જા . . . રડતો ના .
ડૂબતાને જે તારે તે તો ... જિનશાસન કહેવાયે
પાપીનો ઉદ્ધાર કરે તે , વીરશાસન કહેવાયે
વીરશાસનની સેવા કાજે . તું ભડવીર બની જા . ૨ડતો ના .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો