Radato Na Ubho Tha
૨ડતો ના ઊભો થા તું કામે લાગી જા
તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા
યોગેશ્વરનો સંગ હતો પણ... પાર્થ હતો લડનારો
સમજી લે સંદેશ વીરનો . . . . તું ઉદ્ધારક તારો
કાંડાનું કૌવત જાણી લે . . . સાચો વીર બની જા . . . રડતો ના .
જગ બગડ્યું છે , જગ બગડ્યું છે , કહેનારા છે લાખો
તેને સુંદર કરવા માટે કોઈ વીર તો જાગો
આસુરી વૃત્તિને હણવા ગાંડીવ તીર બની જા .... રડતો ના .
માંદું આ માનવ જોઈને રક્ત ધગે ના તારું
તેજસ્વી તવ યોવન તોયે જગમાં કાં અંધારું
માનવને ઊભો કરવા તું ઔષધ બની જા ... રડતો ના .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો