Tuj Nam Levu Munjane
તુજ નામ લેવું મુજને પ્રભુ નિત્ય ગમે છે
હૈયે રમે છે તું મારા હૈયે રમે છે
તુજ નામ લેવું . . . .
સિદ્ધાચલના સ્વામી સોહામણા દેવાધિદેવ કરુ દિલમાં પધરામણા
ડુંગર તારો ચડતાં દાદા ભવોભવના પાપ જાતા
તારું નામ સદા મારા હૈયે વસે છે . હૈયે વસે છે તું . . . .
કરુણાસાગર હે દિનદયાળુ , પતિતપાવન પ્રભુ તારું મુખડુ
તારા ગુણલા ગાતા ગાતા હૈયા મારા ભીના થાતા
તારી કૃપાથી મારા પાપ ખપે છે . હૈયે રમે છે તું . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો