Aavo Aavo Pasji Muj Maliya re
આવો ! આવો પાશ્વૅજી મુજ મળિયા રે , મારા મનના મનોરથ ફળિયા ;
તારી મૂરતિ મોહનગારી રે , સહુ સંઘને લાગે છે પ્યારી રે ,
તમને મોહી રહ્યા સુર નર નારી , આવો . ૧
અલબેલી મૂરત પ્રભુ તારી રે , તારા મુખડા ઉપર જાઉં વારી રે ,
નાગ નાગણીની જોડ ઉગારી . આવો ૨ .
ધન્ય ધન્ય દેવાધિદેવા રે . સુરલોક કરે છે સેવા રે ,
અમને આપોને શિવપુર મેવા . આવો . ૩
તમે શિવરમણીના રસિયા રે , જઈ મોક્ષપુરીમાં વસિયા રે ,
મારા હૃદય કમળમાં વસિયા . આવો . ૪
જે કોઈ પાર્શ્વતણા ગુણ ગાશે રે , ભવભવનાં પાતિક જાશે રે ,
તેના સમક્તિ નિર્મળ થાશે . આવો . ૫
પ્રભુ ત્રેવીશમાં જિનરાયા ૨ . માતા વામાદેવીના જાયા રે ,
અમને રિશન ઘોને દયાળા , આવો . ૬
હું તો લળી લળી લાગું પાય રે , મારા ઉરમાં તે હરખ ન માય રે , એમ માણેકવિજય ગુણ ગાય . આવો . ૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો