શુક્રવાર, 3 જુલાઈ, 2020

Tara Nayana Re Pyala Prem na તારા નયના રે પ્યાલા પ્રેમના

Tara Nayana Re Pyala Prem na


તારા નયના રે પ્યાલા , પ્રેમના ભયારર્યા છે .
દયા રસના ભર્યા છે . અમી છાંટના ભર્યા છે ... તારા . 

જે કોઈ તારી નજરે ચઢી આવે , કારજ તેનાં તે સફળ કર્યા છે . તારા . 
પ્રગટ થઈ પાતાળથી પ્રભુ તેં , જાદવનાં દુઃખ દૂર કર્યા છે . તારા . 
પન્નગ પતિ પાવકથી ઉગાર્યો , જનમ રમણ ભય તેહના હર્યા છે . તારા . 
પતિત પાવન શરણાગત વત્સલ , દરશન દીઠે મારાં ચિતડાં ઠર્યા છે . તારા . 
શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર , તુજ પદ પંકજ આજથી વર્યા છે . તારા . 
જે કોઈ તુજને ધ્યાને ધ્યાવે , અમૃત સુખનાં રંગથી વર્યા છે . તારા .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top