Dada Adeshwarji Dur Thi Aavyo Lyrics
દાદા આદિશ્વરજી દૂરથી આવ્યો , દાદા દરિશન ધો ;
કોઈ આવે હાથી ઘોડે , કોઈ આવે ચઢે પલાણે :
કોઈ આવે પગપાળે . દાદાને દરબાર .
હાં હાં દાદાને દરબાર . . . દાદા આદી . . ૧
શેઠ આાવે હાથી ઘોડે , રાજા આવે ચઢે પલાણે ;
હું આવું પગપાળે દાદાને દરબાર ,
હાં હાં દાદાને દરબાર ; . . . દાદા આદી . . ૨
કોઈ મૂકે સોના રૂપા ,કોઈ મૂકે મહોર ;
હું મુકું ચપટી ચોખા , દાદાને દરબાર .
હાં હાં દાદાને દરબાર ; . . . દાદા આાદિ . . ૩
શેઠ મૂકે સોના રૂપા , રાજ મૂકે મોર ;
હું મૂકું ચપટી ચોખા , દાદાને દરબાર ;
હાં હાં દાદાને દરબાર ; . . . દાદા આાદિ . . ૪
કોઈ માંગે કંચન કાયા , કોઈ માંગે ખાંખ ;
કોઈ માંગે ચરણોની સેવા , દાદાને દરબાર ,
હાં હાં દાદાને દરબાર ; . ... . દાદાને આાદિ . . ૫
પાંગળો માંગે કંચન કાયા , આંધળો માંગે આખ ;
હું માંગું ચરણોની સેવા , દાદાને દરબાર ,
હાં હાં દાદાને દરબાર . . . ... . દાદા આાદિ . .૬
હીરવિજય ગુરુ હીરલો ને , વીરવિજય ગુણ ગાય ;
શેત્રુંજયના દર્શન કરતાં , આનંદ અપાર ,
હાં હાં આનંદ અપાર . . . . . દાદા આાદિ . . ૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો