શુક્રવાર, 3 જુલાઈ, 2020

Shatrunjay Gadh Na Vasi શેત્રુંજય ગઢના વાસી

Shatrunjay Gadh Na Vasi 


શેત્રુંજય ગઢના વાસી રે , મુજરો માનજો રે . 
સેવકની સુણી વાતો રે , દિલમાં ધારજો રે , 
પ્રભુ મેં દીઠો તુમ દેદાર , આજ મુને ઉપન્યો હરખ અપાર , 
સાહિબાની સેવા રે , ભવદુઃખ ભાંગશે રે ... . ૧ 

એક અરજ અમારી રે , દિલમાં ધારજો રે . 
ચોરાશી લાખ ફેરા રે , દૂર નિવારજો રે , 
પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ , દરમિશન વહેલું વહેલું રે દાખ સા . ૨ 

દોલત સવાઈ રે . સોરઠ દેશની રે , 
બલિહારી હું જાઉં રે , પ્રભુ તારા વેશની રે . 
પ્રભુ તારું રૂડું દીઠું રૂ૫ . મોહ્યા સુરનર વૃન્દને ભૂપ . સા . ૩ 

તીરથ કો નહિ રે , શેત્રુંજય સરિખું રે , 
પ્રવચન પેખીને રે . કીધું મેં પારખું રે 
રુષભને જોઈ જોઈ હરખે જેહ . ત્રિભુવન લીલા પામે તેહ , સા . ૪

ભવોભવ માંગુ રે , પ્રભુ તાહરી સેવના રે , 
ભાવઠ ન ભાંગે રે , જગમાં જે વિના રે , 
પ્રભુ મારા પૂરો મનના કોડ , ઈમ કહે ઉદયરત્ન કર જોડ . સા . ૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top