શનિવાર, 4 જુલાઈ, 2020

Gurudev Bidai Geet ગુરુમાના વિહાર પ્રસંગે

Gurudev Bidai

( રાગઃ યે દોલત ભી લે લો . . . ( ગઝલ ) અથવા મંદિર પધારો સ્વામી સલુણા ) 

ન જાશો ગુરુમા , ન જાશો ગુરુમા 
અમારી વિનંતી , સ્વીકારો ગુરુમા 
તમારા વિના અમને ક્યાંયે ગમે ના 
ન જાશો ગુરુમા , ન જાશો ગુરુમાં ... 

ક્યાં જઈને કહીશું અમારાં હૈયાની વાતો 
મુખડું નીરખી સદા , હૈયે આનંદ ના મા તો 
હવે ક્યાં જઈ વાતો કરશું ગુરુમાં 
ન જાશો ગુરુમા , ન જાશો ગુરુમા . . . 

ભૂલો જે થઈ છે , તે ભૂલી જાજો 
બાળ તારા ગણીને , ક્ષમા જલદી દેજો 
ભવોભવ તમારું જ હું શરણું માંગું 
ન જાશો ગુરુમા , ન જાશો ગુરુમા ...

બાળ તારા પોકારે , ગુરુમા ગુરુમા 
તું જો હોય પાસે , યાદ ના વે મારી મા 
કરુણાના સાગર થઈ , નિષ્ઠુર બનો ના 
ન જાશો ગુરુમાં , ન જાશો ગુરુમા ... 

વિતાવેલ દિવસને , શી રીતે ભૂલીશું 
ખજાનો મજાનો , ક્યાં જઈને સુણીશું 
સદાયે કરીશું , પ્રતિક્ષા તમારી 
ન જાશો ગુરુમાં , ન જાશો ગુરુમા ... 

જ્યાં જાઓ તે સ્થાને , જરૂર યાદ કરજો 
સ્વપ્નમાં આવીને , ક્યારેક દર્શન દેજો 
અહીં જે મળ્યું તમને , ક્યાંયે મળે ના 
ન જાશો ગુરુમાં , ન જાશો ગુરુમા . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top