શનિવાર, 4 જુલાઈ, 2020

Maharaj Saheb Vihar Viday Geet વિહાર વિદાય વેળાએ

Maharaj Saheb Vihar Viday Geet

( રાગઃ પારકી થાપણ ) 
ગુરુમા રે ... ઓ ગુરુમારે ... ગુરુમા કહીને કોને બોલાવશું 
ન જાઓ ગુરુમા છોડી ન ચાલ્યા જાઓ ગુરૂમા . ... ( ૨ )  ગુરુમાં રે...
વિહારની આ વસમી વેળા કેમ ના સહેવાય ... છોડી ન ... 

ઘોર ભયંકર વનમાં એકલું મૃગબાળ કેમ રહેશે ... ( ૨ ) 
ગુરુમા વિનાના તપોવનમાં બાળકોને નહિ ગમશે ( ૨ ) 
ગુરુમાં રે...

ગુરુમા તારા વાત્સલ્ય દાને મમ્મીને ભૂલી જાતાં . ... ( ૨ ) 
ગુરુમા તારી વાચના શ્રવણે ટી . વીને ઘેર વિસરી જાતાં ( ૨ ) ગુરુ મા રે ... 

ગુરુ માતાનો વિહાર થાતાં ખાવું પીવું નહીં ભાવે . . ( ૨ ) 
બાલુડાં તારાં મુરઝાઈ જાશે ... ગુરુ મા વિના ટળવળશે . ... ( ૨ ) ગુરુ મા રે ....

સૂનું થાશે તપોવન ને ઉપાશ્રય પણ સુનો થાશે ... ( ૨ )
ગુરુ માતાના સ્થાને જઈને બાળકો આંસુ વહાવશે ... ( ૨ ) ગુરુ મા રે ...

ગુરુ મા તારું પાવન મુખડું ક્યાં જઈ અમે નિરખશું ( ૨ ) 
સ્નેહભર્યા એ દિવસોને અમે શી રીતે વિસરશું ... ( ૨ ) 
ગુરુ મા રે... 

વિનંતી અમારી સ્વીકારો ગુરુમા વિહાર કરી ના જાશો ... ( ૨ ) કરૂણા ભીની નજરો નાંખી દઈ ઘો અમને દિલાસો ... ( ૨ ) 
ગુરુ મા રે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top