શનિવાર, 4 જુલાઈ, 2020

chuk chuk karti gadi છુક છુક કરતી ગાડી

Chuk Chuk Karti Gadi lyrics


હે છુક છુક કરતી ગાડી , હે મુક્તિપુરીમાં હાલી , 
મોડું ના કરશો જરીયે , એ વાટ ના કોઈની જોતી . 
અહીં બેગ ના બિસ્તર જોઈએ , ના સૂવા પથારી જોઈએ , 
સાથે રાખજો તમે કટાસણું , છે કટાસણું એ સાથી . . . 
હે છુક છુક 

ના કુટુંબ - કબીલો જોઈએ , ના ભાઈ કે શ્રીમતી , 
સાથે રાખજો તમે મુહપત્તી , છે મુહપત્તી એ સાથી 
. . . હે છુક છુક 

અહીં ટિકિટ બિકિટ ના જોઈએ , ના પાસ કે વીસા જોઈએ , સાથે રાખજો નવકારવાળી , છે નવકારવાળી સાથી 
. . . હે છુક છુક 

જો ટિકિટ કલેક્ટર આવે , તે સહુની ટિકિટ તપાસે , 
પુણ્યતણી જો ટિકિટ ના હોય તો , મૂકે તેને ઉતારી
 . . . છુક છુક 

અહીં વૈતરણી નદી આવે , જ્યાં દુઃખ ઘણાંયે આવે , 
મોક્ષપુરીમાં જાવું હોય તો કરી લો ભક્તિકમાણી . . . . હે છુક છુક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top