He Prabhu Parshwaji re Lyrics
હે પ્રભુ પાર્શ્વજી રે ( ૨ )
શંખેશ્વર તીર્થના સાહિબા
માતા વામા દેવીના લાલ અલબેલા
તારુ તીરથ મારે જોવું છે
દાદા તારો મલક મારે જોવો છે.
હે . . . . વઢિયાર દેશની ધન્ય ધરાપર
શોભે આ તીરથ તારુ ( ૨ )
હો . . . . તારા દર્શનની હૈયામાં ભાવના
ફરી જાવે આ મન મારુ ( ૨ )
હે પ્રભુ પાર્થજી રે . . . .
હે . . . . પંચવરણના ફૂલડા હું લાવું
પ્રભુજીની આંગીઓ રચાવુ
હો . . . . સંગીતના સાજથી ભક્તિના રંગથી : ભાવથી હું ગુણ તારા ગાવુ ( ૨ ) હે પ્રભુ પાર્શ્વજી રે . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો