સોમવાર, 6 જુલાઈ, 2020

He Shankheshwar na vasi હે શંખેશ્વરના વાસી

He Shankheshwar na vasi


હે શંખેશ્વરના વાસી , તારી ભક્તિ સાચી જાણી , 
પથ્થરને પણ કરતી પાણી , એવી તમારી વાણી . . . .

આ સંસારે સૌને ગમતું , એક જ નામ તમારું 
તુજ ભક્તોને લાગે એ તો , પ્રાણ થકીયે પ્યારું 
તુજ ભક્તિના ગીતો ગાતાં , કરતાં ભક્તિની લ્હાણી . . . . 

પાપી તારા ચરણે આવી , એ પાવન થઈ જાતો , 
કરરુણાસિંધુ પાર્શ્વ પ્રભુજી , ભવથી તુજ ગુણ ગાતો 
હે જિનવર આ કાયા મારી , ભક્તિથી રંગાણી . . . . 

તુજ ભક્તિની મસ્તી માંહે , મસ્ત બનીને ગાયું , 
તુજ ચરણમાં શીશ ઝુકાવી , ભક્તિ જ્યોત જલાવું , 
આ સેવકને પ્રભુ તારાથી , પ્રીતલડી બંધાણી . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top