સોમવાર, 6 જુલાઈ, 2020

Vish Bhari Ne Vishdhar Suto વિષ ભરીને વિષધર સુતો

Vish Bhari Ne Vishdhar Suto


વિષ ભરીને વિષધર સુતો , ચંડકૌશિયા નામી , 
મહાભયંકર એ મારગમાં , વિચરે મહાવીર સ્વામી . . . 

જાશોમાં પ્રભુ પંથ વિકટ છે , ઝેર ભર્યો એક નાગ નિકટ છે 
હાથ જોડીને વિનવે વીરને , લોક બધા ભય પામી . . . 

આવી ગંધ જ્યાં માનવ કેરી , ડંખ દીધો ત્યાં થઈને વેરી , 
કંઈક સમજતું કંઈક સમજ , એમ કહે કરુણા આણી . . . . 

દૂધ વહ્યું જ્યાં પ્રભુના ચરણે , ચંડકૌશિયો આવ્યો શરણે 
હિંસા અને અહિંસા વચ્ચે , લડાઈ ભીષણ જામી . . . 

વેરથી વેર શમે નહિ જગમાં , પ્રેમથી પ્રેમ વધે જીવનમાં 
પ્રેમ ધર્મનો પરિચય પામી , નાગ રહ્યો શીશ નામી . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top