He Trishla Na Jaya Lyrics Jain Stavan Gujarati
અંતરને એક કોડિયે દીપ બળે છે ઝાંખો
જીવનના જ્યોતિર્ધર એને નિશદિન જલતો રાખો
ઊંચે ઊંચે ઊડવા કાજે પ્રાણ ચાહે છે પાંખો
તુજને ઓળખું નાથ નિરંજન એવી આપો આંખો .
માનવતાનાં મૂલ્ય ઘટ્યાં ને દાનવતા રહી જામી
પાપ ને પુણ્યની વાતો જાણે થઈ ગઈ સાવ નકામી
દુનિયાની આ પરિસ્થિતિને કોઈ શકે ના પામી
સાચો રાહ સુઝાડો સ્વામી , હે પ્રભુ મહાવીર સ્વામી
હે ત્રિશલાના જાયા , માંગું તારી માયા
ઘેરી વળ્યા છે મુને મારાં પાપોના પડછાયા .... હે ત્રિશલા
બાકુળાનાં ભોજન લઈને , ચંદનબાળા તારી
ચંડકોશીના ઝેર ઉતારી એને લીધો ઉગારી
રોહિણી જેવા ચોરલૂંટારા તુજ પંથે પલટાયા ... હે ત્રિશલા
જુદા થઈને પુત્રી જમાઈ કેવો વિરોધ કરતા
ગાળો દે ગોશાળો તોયે દિલમાં સમતા ધરતા
ઝેરના ઘૂંટડા ગળી જઈને પ્રેમનાં અમૃત પાયાં ... હે ત્રિશલા
સુલસા જેવી શ્રાવિકાને કરુણા આણી સંભારી
વિનવું છું હે મહાવીર સ્વામી લેશો નહિ વિસારી
સળગતા સંસારે દેજો સુખની શીતળ છાયા ... હે ત્રિશલા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો