He Paropkari Jinad Jain Stavan Gujarati
હે પરમોપકારી જિણંદ ... તારો મહિમા છે અપરંપાર
તારી ભક્તિ કરું ... તારી સ્તુતિ કરું
મને ઉતારજે ભવપાર હે ... પરમોપકારી
ત્રણે ભુવનના તારણહાર
સર્વ જીવોના રક્ષણહાર ;
હું તો રઝળી રહ્યો
હું તો ઝૂરી રહ્યો ;
મને લઈ જા તું સંસાર પાર .... હે પરમોપકારી
તારા નામની માળા જપું
તારી ભક્તિમાં મસ્ત બનું ;
મારાં કર્મો કાપો
મને મુક્તિ આપો ;
મારી આશાના મિનારા છો .... હે પરમોપકારી .
મારા મન મંદિરયે બિરાજો ;
લાખ ચોરાશીના ફેરા ટાળો
તારો સેવક કરે વંદન વારેવારે
જ્ઞાન દીપક પ્રગટાવો .... હે પરમોપકારી .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો